ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Municipality News: સુરતમાં પાલિકના સફાઈ કામદારોએ પાલિકાની કરી તાળાબંધી

Surat Municipality News: રાજ્યમાં અનેકવાર સરકારી કામદારો સાથે થતા અન્યાયને લઈ કામદારો સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધના પાયા નાખતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના Surat શહેરમાંથી Surat Municipality ના કામદારોએ પાલિક સામે વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે. સફાઈ કામદારો...
11:39 PM Jun 18, 2024 IST | Aviraj Bagda
Surat Municipality News, employee protest

Surat Municipality News: રાજ્યમાં અનેકવાર સરકારી કામદારો સાથે થતા અન્યાયને લઈ કામદારો સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધના પાયા નાખતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના Surat શહેરમાંથી Surat Municipality ના કામદારોએ પાલિક સામે વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે.

Surat જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર Municipality ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા 5-6 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. સફાઈ કામદારોની માંગ છે કે ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કાયમી કરવામાં આવે, કોન્ટ્રાક્ટર પ્રથા રદ કરાઇ તેમજ લઘુત્તમ વેતન મળે તેવી અલગ અલગ માંગો સાથે Municipality બહાર બેસી ગયા છે.

Municipality ના મુખ્ય ગેટને તાળું મારી દીધું

Surat Municipality News

જોકે તરસાડી નગર Municipality ના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજરોજ કામદારો અકળાયા હતા અને સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત સંગઠનના બેનર હેઠળ તરસાડી નગર Municipality ને તાળા બંધી કાર્યક્રમ કરી Municipality ના મુખ્ય ગેટને તાળું મારી દીધું હતું

અધિકારીઓ,અરજદારો Municipality માં ગોંધાઇ ગયા

હાજર કોસંબા પોલીસ દ્વારા કામદારોને રોકવામાં આવ્યા છતાં, કામદારોએ તાળું મારી દેતા Municipality ની અંદર રહેલા અરજદારો, અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો થોડીવાર માટે ગોંધાઈ ગયા હતા. જેને લઈને પોલીસે મધ્યસ્થી કરી કામદારો પાસે ફરી તાળું ખોલાવ્યું હતું. ત્યારે જે રીતે સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઇને આગામી દિવસોમાં આ હડતાળ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. Municipality ના સત્તાધીશો સફાઈ કામદારો સાથે બેઠક યોજી સુખદ અંત લાવે એ હાલ જરૂરી બન્યું છે.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: MSU : VC ની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ!

Tags :
Employeeemployee protestGujaratGujarat FirstMunicipalityProtestSuratSurat MunicipalitySurat Municipality News
Next Article