Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

સુરતનાં (Surat) જહાગીરપુરામાંથી (Jahagirpura) હચમચાવે એવી ઘટના બની છે. એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, આ ગોઝારી ઘટના જહાંગીરપુરાના રાજન રેસિડેન્સીમાં (Rajan Residency) બની છે. મૃતકોમાં ત્રણ મહિલા...
surat   સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

સુરતનાં (Surat) જહાગીરપુરામાંથી (Jahagirpura) હચમચાવે એવી ઘટના બની છે. એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, આ ગોઝારી ઘટના જહાંગીરપુરાના રાજન રેસિડેન્સીમાં (Rajan Residency) બની છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક વૃદ્ધ સામેલ છે. આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Advertisement

એક પરિવારના 4 સભ્યોના મોત

મૃતકોમાં 3 મહિલા અને 1 વૃદ્ધ સામેલ

સુરતનાં (Surat) જહાગીરપુરામાં સામૂહિક આપઘાતની (mass suicide) ચકચારી ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, જહાંગીરપુરાના રાજન રેસિડેન્સીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી છે. મૃતકોમાં 3 મહિલા અને 1 વૃદ્ધ સામેલ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રે સૂતા બાદ સવારે ચારેય સભ્યો જાગ્યા જ નહીં. જો કે, પરિવારના સભ્યોએ કયાં કારણસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

Advertisement

આપઘાત પાછળનું કારણ અકબંધ

આપઘાત પાછળની કારણ અકબંધ

આ મામલે જાણ થતાં જહાગીરપુરા પોલીસની (Jahangirpura Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે ચારેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા કવાયત હાથ ધરી છે. પરિવારનાં 4 સભ્યોના મૃત્યુથી પરિજનો, સગા-સંબંધીઓ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.

Advertisement

મૃતકોનાં નામ : 

1. જસુબેન કેશુભાઈ વાઢેલ- (ઉં.55 થી 58 વર્ષ)

2. હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા- (ઉં 55 થી 60 વર્ષ)

3. ગૌરીબેન હીરાભાઈ મેવાડા- (ઉં.55)

4. શાંતાબેન નાનજીભાઈ વાઢેલ- (ઉં .55)

આ પણ વાંચો - Surat : કામરેજ પોલીસ મથકના PI સામે મોટી કાર્યવાહી, પોલીસ બેડામાં હડકંપ!

આ  પણ વાંચો - AHMEDABAD : પાલિકાના અણઘડ વહીવટે લોકોની મુશ્કેલી વધારી

આ  પણ વાંચો -  Amreli : બોરવેલમાં ફસાયેલ બાળકી જિંદગીની જંગ હારી, આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Tags :
Advertisement

.