Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે...
સુરત: Surat loksabha સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા અઠવાલાઇન્સ જિલ્લા કલેકટર કચેરીએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી છે. Surat loksabha મુકેશ દલાલે વિજય મુહૂર્તમાં 12.39 મિનિટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મેન્ડેટ આપ્યો હતો. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, માજી સાંસદ દર્શના જરદોશ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. Surat loksabha
અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલેઉ મેદવારી પત્ર ભર્યા બાદ જણાવ્યું હતું કે, હું ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ અને પીએમ નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ સહિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું કે મારી પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારની શરૂઆત તો 14 માર્ચથી શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે ફૂલ સ્પીડમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. તમામ હોદ્દેદારો અને અગ્રણીઓ જોડે મળી ઉમેદવારી નોંધાવી છે. અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું છે.
અન્ય પાર્ટીઓથી કોઈ ફર્ક પડતો નથી
મુકેશ દલાલે વધુમાં જણાવ્યું હતું કે ગત રોજ વિજય સંકલ્પ રેલી કાઢી હતી જે સફળ રહી હતી. અન્ય પાર્ટીઓથી કોઈ ફર્ક પડતો નથી. કોંગ્રેસ તમામ ચૂંટણીમાં શૂન્ય છે. ભાજપને ચૂંટણીના પરિણામમાં કોઈ ફર્ક પડતો નથી. સુરત એ ભાજપનો ગઢ છે. અગાઉના સાંસદોએ ખૂબ કામો કર્યા છે. જે કામો બાકી છે, તેના છેડા પકડી આગળ વધીશુ.
200થી પણ વધુ મિટિંગો કરવામાં આવી
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મુકેશ દલાલ એ પોતાના નિવાસસ્થાન ખાતે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં નતમસ્તક કરી પ્રાર્થના કરી હતી. મુકેશ દલાલે દાવો કર્યો છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં જંગી મતોની લીડથી જીત મેળવવામાં આવશે. હમણાં સુધી ચાર લાખ લોકોનો સંપર્ક કરી 200થી પણ વધુ મિટિંગો કરવામાં આવી છે. જ્યાં ચૂંટણી પ્રચારમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ક્યાંય દેખાતો જ નથી. જે ગઠબંધન છે તે ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે. જે ઠગબંધનમાં તમામ ભ્રષ્ટાચારીઓ ભેગા થયા છે.
આ પણ વાંચો: Surat news ગાંધીની વિચારધારા લઈ ગાંધીના વેશમાં મત માંગીશ: નૈષદ દેશાઈ
આ પણ વાંચો: Surat news: મોદી સાહેબે આજે મુસ્લિમ બહેનોને પણ સલામત કરી, સી આર પાટીલે સભા ગજાવી
આ પણ વાંચો: Surat news ઇતિહાસમાં પહેલીવાર સુરત 73 દિવસ કમિશનર વિનાનું રહ્યું, નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો