Surat LCB Police News: લોકસભા ચૂંટણી 2024 પહેલા સુરત પોલીસે કલરના ટેમ્પોમાં લાખો દારૂ કર્યો જપ્ત
Surat LCB Police News: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નજીક આવી રહી છે. તેથી સુરત જિલ્લા (Surat) પોલીસ પણ (Surat Police) એક્શન મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણી ટાળે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહી થાય તે માટે સુરત જિલ્લા LCB પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યારે સુરત LCB પોલીસે (LCB Police) બાતમીના આધારે મોટી સફળતા મેળવી છે.
- લોકસભા ચૂંટણી પહેલા સુરત LCB પોલીસે થઈ સક્રિય
- કલરની હેરાફેરી કરતા ટેમ્પોમાં વિદેશી દારૂ ઝડપાયો
- પોલીસ કુલ 8.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત LCB પોલીસ (LCB Police) ને વિદેશી દારૂ (Alcohol) ને લઈ બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો ટેમ્પો નંબર MH-04-LE-1889 મોટા પ્રમાણમાં વિદેશી દારૂ (Alcohol) નો જથ્થો ભરી Mumbai-Ahmedabad National Highway 48 ઉપર થઈ અમદાવાદ તરફ જવાનો છે. જે વિદેશી દારૂ (Alcohol) ભરેલો ટેમ્પો બોરિયાચ ટોલનાકુ પસાર પાસ કરવામાં આવશે. આ બાતમી આધારે જિલ્લા પોલીસ (Surat LCB Police) ની ટીમે Mumbai-Ahmedabad National Highway ઉપર કડોદરા ગામે ચલથાણ જતાં ક્રોસિંગ ઉપર નાકાબંધી કરી હતી.
Surat LCB Police News
કલરની હેરાફેરી કરતા ટેમ્પોમાં વિદેશી દારૂ ઝડપાયો
તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતાં તેને ઝડપી પાડયો હતો,પોલીસે (Surat LCB Police) પેમ્પા ચાલક અને કલીનરને પૂછતા ટેમ્પામાં કલરનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું,કલરના બિલો બનાવી પોલીસ (Surat LCB Police) ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે LCB પોલીસે (Surat LCB Police) પેમ્પાની અંદર તલાસી લેતા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો પાર્સલ કરેલ મળી આવ્યો હતો.
પોલીસ કુલ 8.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત LCB પોલીસે (Surat LCB Police) પકડાયેલા ટેમ્પોમાં કુલ 8.76 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત સુરત LCB પોલીસે (Surat LCB Police) ટેમ્પો ચાલક અહમદ આદિલ અસગરઅલી શાહ અને રવિચંદ્ર બશુરાજની ધરપકડ કરી છે. પોલીસે (Surat LCB Police) ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર ગોવાના રામ ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. તે સાથે જ દારૂ મંગાવનાર મેહુલ પટેલ અને ગોડાઉન સુધી માલ લઇ જવા આવનાર સંદીપ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો: Dahod : ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી, એકનું મોત
આ પણ વાંચો: Godhra Key Voters: મુખ્યમંત્રીએ અને પંચમહાલ ભાજપ કાર્યકરોએ Key Voters સાથે સંવાદ કાર્યક્રમ કર્યો
આ પણ વાંચો: Gujarat First એ પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી