Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : નવાપુરા GIDC માં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

સુરતનાં (Surat) માંગરોળના નવાપુરા GIDC માં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર (Sai Lakshmi Twister) નામની મીલમાં સવારે 5 વાગ્યાની આસપાસ આગ લગી હોવાની માહિતી છે. મીલમાં આગ લાગ્યાની માહિતી મળતા સુમિલોન (Sumilon), પાનોલી (Panoli), ERC,...
surat   નવાપુરા gidc માં ભીષણ આગ  ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

સુરતનાં (Surat) માંગરોળના નવાપુરા GIDC માં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર (Sai Lakshmi Twister) નામની મીલમાં સવારે 5 વાગ્યાની આસપાસ આગ લગી હોવાની માહિતી છે. મીલમાં આગ લાગ્યાની માહિતી મળતા સુમિલોન (Sumilon), પાનોલી (Panoli), ERC, SMC સહિત 4 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સદનસીબે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

Advertisement

સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર મીલમાં વહેલી સવારે લાગી આગ

સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર મીલમાં વહેલી સવારે લાગી આગ

સુરતનાં (Surat) માંગરોળના (Mangrol) નવાપુરા GIDC માં આવેલ સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર નામની મીલમાં સવારે 5 ની નજીક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાનાં ગોટેગોટા નીચે આકાશમાં ઉડ્યા હતા. આગની જાણ થતાં સુમિલોન, પાનોલી, ERC, SMC સહિત 4 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. જો કે, પાણી ભરવાની અસુવિધાને લઈ કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ હતી.

Advertisement

વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ

આગ લાગવાનું કારણ અકબંધ

સદનસીબે, આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સાઈ લક્ષ્મી ટ્વીસ્ટર મીલમાં કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, વહેલી સવારે અચાનક ભીષણ આગનો બનાવ બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનાં કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો - Bharuch: GNFC ટાઉનશીપ રોડ ઉપર ખાડાએ લીધો એકનો જીવ, 2 વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

આ પણ વાંચો - લ્યો બોલો! ફરી એકવાર બાલાજી કંપની વિવાદમાં સપડાઈ, વેફરના પેકેટમાંથી નીકળ્યો ઉંદર

આ પણ વાંચો - Bharuch: શહેરના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર રસ્તા અને ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમાન

Tags :
Advertisement

.