Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ભેસ્તાન વિસ્તારમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, CCTV ફૂટેજમાં કેદ થયા ઇસમો

સુરતમાં (Surat) અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતમાં જાહેરમાં મારામારીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. ત્યારે જાહેરમાં મારામારીની વધુ એક ઘટના ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ ચાની દુકાન પાસે જાહેરમાં મારામારીની...
04:18 PM Feb 28, 2024 IST | Vipul Sen

સુરતમાં (Surat) અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતમાં જાહેરમાં મારામારીની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. ત્યારે જાહેરમાં મારામારીની વધુ એક ઘટના ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ ચાની દુકાન પાસે જાહેરમાં મારામારીની ઘટના બની છે. આ ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કેટલાક ઇસમો એક યુવક પર છરી, દંડા વડે હુમલો કરતા નજરે પડી રહ્યા છે. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના (Surat) ભેસ્તાન વિસ્તારમાં કાઠિયાવાડ ચાની દુકાન (Kathiawad Tea Shop) આવેલી છે. આ દુકાન પર દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો ચા-નાસ્તો કરવા માટે આવતા હોય છે. દરમિયાન, રાત્રિના સમયે આ દુકાનની પાસે એક યુવક પર કેટલાક ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇસમોએ યુવક પર છરી અને દંડા વડે હુમલો કરી માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં દેખાય છે કે 4થી 5 જેટલાં ઇસમો એક યુવક પર હુમલો કરતા યુવક જીવ બચાવવા દુકાનમાં પ્રવેશે છે. જો કે, ભીડ ભેગી થતાં ઇસમો ત્યાંથી ફરાર થઈ જાય છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યુવકના હાથ પર છરીના ઘા જોવા મળ્યા હતા. આ મામલો સામે આવતા ભેસ્તાન પોલીસની (Bhestan Police) ટીમ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને યુવકની ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ કોઈ વિવાદમ થતા જૂની અદાવત રાખીને યુવક પર આ હુમલો કરવામાં હતો. આ મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - ATS Gujarat : તોડના રૂપિયા ઉઘરાવતા PI તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BhestanBhestan PoliceCrime NewsGujarat FirstGujarati NewsKathiawad Tea ShopSuratSurat news
Next Article