Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat election: હું શપથ લવ છું... હું મતદાન કરીશ... સુરત બસ સ્ટેશન ચૂંટણીમય

Surat election: 2024ની લોકસભા ચૂંટણીને પગલે વિવિધ પાર્ટીઓ તો જોર લગાવી રહી છે કે તેમને જંગી મત મળે પણ સાથે જ ચૂંટણી પંચે પણ કમર કસી છે જેથી જંગી મતદાન Surat election થઈ શકે. આ કાર્યક્રમો અંતર્ગત સુરત સેન્ટ્રલ બસ...
04:16 PM Apr 16, 2024 IST | RAHUL NAVIK

Surat election: 2024ની લોકસભા ચૂંટણીને પગલે વિવિધ પાર્ટીઓ તો જોર લગાવી રહી છે કે તેમને જંગી મત મળે પણ સાથે જ ચૂંટણી પંચે પણ કમર કસી છે જેથી જંગી મતદાન Surat election થઈ શકે. આ કાર્યક્રમો અંતર્ગત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વધુમાં વધુ મતદાન માટે મુસાફરો, આમ નાગરિકોને પ્રોત્સાહિત કરાયા હતા, સાથે જ બસ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીઓ પણ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા. Surat election

સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિ

આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે તેની કવાયત ચાલી રહી છે. લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે તે હેતુથી કાર્યક્રમ યોજ્યો હતો. 160- સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડ પણ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ પઠવાય રહ્યો છે.

ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા

કાર્યક્રમમાં સ્વિપના નોડલ ઓફિસર દ્વારા આગામી 7 મે ના રોજ યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, એસ. ટી. કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી. તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

આ પણ વાંચો: Surat loksabha : અમે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન કર્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ ભરી કહ્યું કે…

આ પણ વાંચો : Surat news ગાંધીની વિચારધારા લઈ ગાંધીના વેશમાં મત માંગીશ: નૈષદ દેશાઈ

આ પણ વાંચો: Loksabha election 2024: દૂધની થેલી પર મતદાન જાગૃતિ સંદેશ

Tags :
2024 election2024 lok sabha election predictionGujarat FirstSurat Lok Sabha seatSurat news
Next Article