Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવી ક્રિપ્ટોથી પેમેન્ટ કર્યાનો ખુલાસો! નવી દિશામાં તપાસ

સુરતમાં (Surat) ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવવાના મામલે NCB એ તપાસ તેજ કરી છે. ડ્રગ્સ મંગાવવા મામલે હવે નવી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ ક્રિપ્ટોથી પેમેન્ટ કરીને ડાર્કવેબથી LSD મગાવ્યું હોવાની માહિતી મળતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ...
surat   ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવી ક્રિપ્ટોથી પેમેન્ટ કર્યાનો ખુલાસો  નવી દિશામાં તપાસ

સુરતમાં (Surat) ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવવાના મામલે NCB એ તપાસ તેજ કરી છે. ડ્રગ્સ મંગાવવા મામલે હવે નવી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ ક્રિપ્ટોથી પેમેન્ટ કરીને ડાર્કવેબથી LSD મગાવ્યું હોવાની માહિતી મળતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. જણાવી દઈએ કે, પાર્ટી ડ્રગસના લતે ચઢેલા અડાજણના (Adajan) યુવકની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

Advertisement

સુરતમાં (Surat) ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવવાના મામલે NCB ની ટીમે અડાજણના વિવેક પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી. જો કે, આ યુવકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પાર્ટી ડ્રગ્સની લતે ચઢેલો હતો. યુવકની પૂછપરછ હાલ પણ ચાલુ છે. ત્યારે NCB એ ડ્રગ્સ મગાવવા મામલે નવી દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ યુવક વિવેક કેટલા સમયથી ડ્રગ્સ મગાવતો હતો? વિવેક કોઈને ડ્રગ્સનું વેચાણ કરતો હતો કે કેમ ? વિવેક ડ્રગ્સ કેવી રીતે મગાવતો હતો ? આ તમામ સવાલના જવાબ મેળવવા માટે પોલીસે વિવેકની પૂછપરછ હાથ ધરી છે.

ડ્રગ્સનું પેમેન્ટ ક્રિપ્ટોથી કરાયું હોવાનું સામે આવ્યું

આ મામલે એવી માહિતી મળી છે કે ડ્રગ્સ મગાવવા માટે ડાર્ક વેબનો (Dark Web) ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે ડ્રગ્સની પેમેન્ટ કરવા માટે બાઈનાન્સ નામના ક્રિપ્ટો એક્સચેન્જનો પણ ઉપયોગ કરાતો હતો. એટલે કે ડ્રગ્સનું પેમેન્ટ ક્રિપ્ટોથી કરવામાં આવતું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આથી NCB એ આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. માહિતી છે કે, આ મામલે આગળની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. અને મોટા ડ્રગ્સ માફિયાઓના નામે સામે આવી શકે છે. હાલ પણ એનસીબી (NCB) આ દિશામાં સતત કાર્યવાહી કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Maulana Salman Azhari : હજારો સમર્થકોની ભીડ વચ્ચેથી મૌલાના અઝહરીને જુનાગઢ લઈ આવી ગુજરાત પોલીસ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.