Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

surat : સુરત શહેરના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી, ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ

ભાજપ હસ્તકની સુરતમાં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ વરણી થઇ છે. તેમજ પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી નિમાયા છે. તથા દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂક થઇ છે.   આજે રાજકોટ, ભાવનગર,...
10:40 AM Sep 12, 2023 IST | Hiren Dave

ભાજપ હસ્તકની સુરતમાં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ વરણી થઇ છે. તેમજ પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી નિમાયા છે. તથા દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂક થઇ છે.

 

આજે રાજકોટ, ભાવનગર, જામનગરને નવા મેયર મળશે. જેમાં સુરતને નવા મેયર મળી ગયા છે. તેમજ સુરતમાં ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેનની જાહેરાત થઇ છે. તથા સ્ટેન્ડિંગના 11 સભ્યોની મેન્ડેટ પ્રમાણે જાહેરાત કરાશે. ત્યારે આજે સામાન્ય સભામાં નામની જાહેરાત થઇ છે. મેયર તરીકે કિશોર મિયાણી, દક્ષેશ માવાણીના નામની ચર્ચા હતી. ડે.મેયર તરીકે ઉર્વશી પટેલ, નેન્સી શાહ, સોમનાથ મરાઠે ચર્ચામાં હતા.

સુરતમાં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. આજે મહાનગરપાલિકાની સભામાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સુરતમાં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ વરણી થઇ છે.

આ  પણ વાંચો -ટ્યૂશન ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ , લંપટ શિક્ષક સામે FIR

 

Tags :
#newMayorGujaratFirstkshesh mavaniMayorSuratSurat news
Next Article