Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : BJP ઉમેદવારની બિનહરીફ જીત ફરી ચર્ચામાં! હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્વે સુરત (SURAT) બેઠક પર ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટીના (bjp) ઉમેદવાર મુકેશ દલાલ...
08:25 PM Jun 03, 2024 IST | Vipul Sen

ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પૂર્વે સુરત (SURAT) બેઠક પર ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટીના (bjp) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. જો કે, હવે ભાજપ (bjp) ઉમેદવારની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

મુકેશ દલાલની જીતને હાઈકોર્ટમાં પડકાર

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત (SURAT) બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા હવે તેમની જીતને હાઈકોર્ટમાં (Gujarat High Court) પડકારવામાં આવી છે. સુરત લોકસભા મતક્ષેત્રના ત્રણ મતદારે હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન દાખલ કરી છે અને કોંગ્રેસ (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને રદ્દ કરવાના નિર્ણને પડકાર્યો છે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ આ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

અગાઉ પણ થઈ હતી અરજી

જણાવી દઈએ કે, સુરત (SURAT) બેઠક પર બિનહરીફ જાહેર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) વિરુદ્ધ અગાઉ પણ સુરતના એક અરજદારે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી, જેમાં ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, જે તે સમયે હાઈકોર્ટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને મોટી રાહત આપી હતી. કોર્ટે નોંધ્યું કે, બિનહરીફ જાહેર ઉમેદવાર એ ચૂંટાયેલ ઉમેદવાર સમાન હોય છે. આ સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

 

આ પણ વાંચો - Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

આ પણ વાંચો - Amreli : હાથમાં બેનર, મોઢા પર માસ્ક…ઇન્ટર્ન ડોક્ટરોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, જાણો શું છે મામલો?

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ આનંદો… હવે રિવરફ્રન્ટ પર મળશે આ ખાસ સુવિધા

Tags :
BJPGujarat FirstGujarat High CourtGujarati NewsHigh CourtLok Sabha ElectionsMUKESH DALALNilesh Kumbhaniprovisions of the Representation of the People ActSuratSurat Lok Sabha
Next Article