SURAT : ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને HC થી મોટી રાહત, જાણો શું છે સમગ્ર મામલો ?
લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ગુજરાતમાં મતદાન પહેલા સુરત (SURAT) બેઠક પર ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. આ બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. આમ, મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીના (BJP) ખાતામાં એક બેઠક આવી હતી. જો કે, બિનહરીફ જાહેર ઉમેદવાર મુકેશ દલાલ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે મુકેશ દલાલને મોટી રાહત આપી છે.
ભાજપ ઉમેદવારને રાહત
પ્રાપ્ત અહેવાલ મુજબ, સુરત (SURAT) બેઠક પર બિનહરીફ જાહેર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) વિરુદ્ધ સુરતના એક અરજદારે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી, જેમાં ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, આ મામલે હાઈકોર્ટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને મોટી રાહત આપી છે. કોર્ટે નોંધ્યું કે, બિનહરીફ જાહેર ઉમેદવાર એ ચૂંટાયેલ ઉમેદવાર સમાન છે. આ સાથે કોર્ટે અરજી ફગાવી હતી.
નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપના ખાતામાં આવી છે. નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) પર કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ સપ્તાહ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડ (Congress High Command) દ્વારા આ મામલે રિપોર્ટ મગાવ્યો હતો અને ત્યાર બાદ નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો - Nilesh Kumbhani વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!
આ પણ વાંચો - Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!
આ પણ વાંચો - Saurashtra : સુરતમાં ભાજપની બિનહરીફ જીત થતા હવે નવી રણનીતિ તૈયાર