Surat : સુમુલ ડેરીની મોટી જાહેરાત, પશુપાલકોને અપાશે કરોડોનો બોનસ
Surat : સુરતની જાણીતી સુમુલ ડેરી (Sumul Dairy )દ્વારા એક વાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડોનું બોનસ ( bonus)આપવામાં આવશે. સુમુલ ડેરીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
શુપાલકોને આ વર્ષે બોનસ આપવામાં આવશે
મળતી માહિતી મુજબ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુરત (Surat )અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જાહેરાત કરવામાં આવી છે કે સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે બોનસ આપવામાં આવશે. બોનસની જાહેરાત કરતાં સુમુલ ચેરમેને કહ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે 115 રૂપિયા આપવામાં આવશે.
ગતવર્ષ કરતા 18 ટકા વધુ
સુરત (Surat )સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે 4 જુન બાદ સુમુલ સુરત અને તાપી જિલ્લાની મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24ના વર્ષનું વાર્ષિક ટર્ન ઓવર 6333 કરોડનું થયું છે. જે ગતવર્ષ કરતા 18 ટકા વધુ છે. મહત્વનું છે કે, સુમુલ ડેરીની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવામાં પણ દૂધના પ્લાન્ટ કાર્યરત છે.
આ પણ વાંચો - Navsari : પહેલા તણખા ઝર્યા, પછી DGVCL ની D.P. માં લાગી વિકરાળ આગ, લપટો ઊંચે સુધી ઉઠતા નાસભાગ
આ પણ વાંચો - Gujarat Student Death: ધો. 10 માં 99.70% ટકા મેળવનાર વિદ્યાર્થિનીનું આ ઘાતક બીમારીથી થયું મોત
આ પણ વાંચો - Valsad Mango Farming: કુદરતી આફતોથી બચાવા ખેડૂતે અપનાવ્યો અનોખો નુસખો