Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

surat :રામાયણની થીમ પર અદભુત ગણેશ પંડાલ થયો તૈયાર, હનુમાનજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

અહેવાલ -રાબિયા સાલેહ -સુરત દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે, એક તરફ જ્યાં લોકો પોતાના ઘરમાં ગણેશ જી ની સ્થાપના કરી રહ્યા છે ત્યાં ગણેશ પંડાલો માં પણ અવનવા થીમ પર ગણેશ જી ની સ્થાપના થઇ છે. ગુજરાતમાં...
11:08 AM Sep 21, 2023 IST | Hiren Dave

અહેવાલ -રાબિયા સાલેહ -સુરત

દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે, એક તરફ જ્યાં લોકો પોતાના ઘરમાં ગણેશ જી ની સ્થાપના કરી રહ્યા છે ત્યાં ગણેશ પંડાલો માં પણ અવનવા થીમ પર ગણેશ જી ની સ્થાપના થઇ છે. ગુજરાતમાં આવેલું સુરત મીની ભારત તરીકે ઓળખાઈ છે, તહેવારોમાં વખાણાતા સુરતમાં રામાયણની થીમ પર ગણેશ પંડાલની અદ્ભુત સજાવટ કરવામાં આવી છે,જેમાં ગદા લઈ ઉડતા હનુમાન જી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે..

 

 

સુરતના અડાજણ વિસ્તાર ખાતે આવેલા ગુજરાત ગેસ સર્કલ નજીક શકતી ગ્રુપ દ્વારા બનાવાયેલા ગણેશ પંડાલમાં રામાયણની કેટલીક કથાઓ દર્શાવવામાં આવી છે,પંદાલની અંદર પ્રવેશ કરતા જ રામભક્ત હનુમાનજીને ખૂબ જ અનોખી રીતે દર્શાવવામાં આવ્યા છે,ગદા લઈને ઉડતા હનુમાન જી જોઇ લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.ખાસ કરીને નાના બાળકોને આ હનુમાનજી લુભાવી રહ્યા છે.આ થીમ બનાવનાર શકતી ગ્રુપ ના પ્રમુખ રવી ખરાડી નું કહેવું છે કે દર વર્ષે કંઈક ને કંઈક અલગ જ થીમની ઉપર ગણેશજીના પંડાલની સજાવટ કરવામાં આવે છે જેથી આ વખતે પણ કંઈક અનોખું કરવા માટે રામાયણ ની થીમ બનાવવામાં આવી છે જેનાથી આજની યુવા પેઢીને રામાયણની થીમને લઈને એક સંદેશો આપી શકાય સાથે જ આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેથી આજની યુવા પેઢીને ભગવાન રામના ચરિત્ર દર્શાવવામાં આવ્યા છે એક મહાન રાજા હતા રામજી છતાં તેમણે 14 વર્ષ નો વનવાસ કાપ્યો હતો અને તેમની સાથે શું ઘટના ઓ ઘટી તે તમામ થી આજની યુવા પેઢીને વાકેફ કરાવવાં માટે રામાયણની થીમ ઉપર પંડાલ બનાવવામાં આવ્યો છે. જેમાં લખાણ અને ચિત્રો ના માધ્યમ થી લોકો ને રામજી નું જીવન દર્શાવ્યું છે

 

સુરતમાં રામાયણની થીમ પર અદભુત ગણેશ પંડાલ તૈયાર થયો છે, આ થીમ બંવનાર કલાકારનું કહેવું છે કે આ એક અનોખી થીમ છે.જેને બનાવવા માટે અંદાજે એક મહિનાનો સમય લાગ્યો છે.કારણ કે રામાયણની થીમ બનાવનાર તમામ સભ્ય અલગ અલગ સ્થળે અલગ અલગ પ્રોફેશન સાથે જોડાયા છે કોઈ સામાન્ય નોકરી કરે છે તો કોઈ શિક્ષક છે તો કોઈ અન્ય નોકરી કરે છે જેથી જેને જેમ સમય મળે તેમ તે વ્યક્તિ આવી આ પંડાલ નું કામ કરતો,અને પોતાનો યોગદાન આપતો,આ થીમ બનાવવા માટે આંખો મહિનો માત્ર બે કલાક ની જ ઊંઘ તમામ સભ્યો ને મળી છે.પંરતુ આજે આ થીમ બની ને તૈયાર થઈ છે જે ખૂબજ અદભુત લાગી રહી છે.

રામાયણની થીમ પર બિરાજમાન ગણેશજીને જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, એ થીમ જોવા માટે ભક્તો ગણેશ પંડાલમા લાગેલા ચિત્ર ને જોતા અને તેમના નાના બાળકો ને એનો અર્થ સમજાવતા નજરે પડ્યા હતા,આ અંગે ભક્તો નું કહેવું છે કે આ આંખી થીમ રામાયણ પર બેઝ છે જે આજ ની પીધી ને રામજી નો સંઘર્ષ બતાવે છે.અત્યાર ની જનરેશન માત્ર મોબાઈલ માં રામ જી ને જોતી હતી પરંતુ આ પંડાલ માં તેમના તમામ ચિત્રો જોવા મળી રહ્યા છે.દરેક ચિત્ર થોડા અલગ છે અને તમામ માં મેસેજ અને તેમની ઓળખાણ દર્શાવવામાં આવી  છે

 

 

શક્તિ ગ્રુપ દ્વારા રામાયણ ની થીમ પર અનોખો પંડાલ બનાવવામાં આવ્યો છે.જેમાં રામાયણનું મહત્વ શું છે એ લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો છે અને ભગવાન શ્રી રામે કેટલા સંઘર્ષ કર્યા છે એને અલગ અલગ ચિત્રો ના માધ્યમ થી દર્શાવવામાં આવ્યા છે, પંડાલ ની શરૂઆત વાલ્મિકી ના ચિત્ર થી કરવામાં આવી છે જમણે રામાયણ લખ્યું હતું,

 

ત્યાર બાદ વિવિધ ચિત્રોમાં સોનાના વરખ નો ઉલ્લેખ ,રામ જી નો ઉલ્લખે ,શબરીના ના બોર નો ઉલ્લેખ અને હનુમાન જી સાથે રામ સેતુ નો પણ ઉલ્લેખ કરાયો છે.શક્તિ ગ્રુપ દ્વારા બનાવેલી રામાયણ ની થીમ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહી હોવાનું પણ જોવા મળ્યું હતું...

આ  પણ  વાંચો -પેટ્રોલપંપની ડિલરશીપ લેવા જતા ઓનલાઇન ચિટિંગનો ભોગ બન્યા વૃદ્ધ, રૂપિયા 26 લાખ ગુમાવ્યા

 

Tags :
An amazingGanesh pandalHanumanji center attractionRamayana themeSurat
Next Article