Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માં ની ભક્તિ અને શક્તિનું અદભૂત પ્રમાણ, અહી સળગતી ઇંઢોણી માથે  મૂકીને ગરબે ઘૂમે છે બાલિકાઓ

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ  માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સૌ ભક્તો માં શક્તિની ભક્તીમાં લીન થતાં હોય છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટમાં એક માત્ર મવડી...
માં ની ભક્તિ અને શક્તિનું અદભૂત પ્રમાણ  અહી સળગતી ઇંઢોણી માથે  મૂકીને ગરબે ઘૂમે છે બાલિકાઓ

અહેવાલ - રહીમ લખાણી, રાજકોટ 

Advertisement

માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સૌ ભક્તો માં શક્તિની ભક્તીમાં લીન થતાં હોય છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટમાં એક માત્ર મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોળીનો રાસ શહેરી જનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. રાજકોટના મવડી ચોકમાં બજરંગ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૫ વર્ષ થી ગરબાનું આયોજન કરવામાં છે. ચોકમાં દરવર્ષે અવનવા રાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે બાળાઓ દ્વારા સળગતા ગરબાના રાસ કરવામાં આવ્યા હતા. જેને જોવા ચાચર ચોકમાં રાજકોટીયનોની ભીડ જામી હતી.

સળગતી ઇંઢોણી માથે  મૂકીને ગરબે ઘૂમે છે બાલિકાઓ 

Advertisement

શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જયારે આ ગરબા મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માંના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે, કારણ કે ભકિતની શકિત વિના અને માંના આશિર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી.

કેવી રીતે રમાય છે સળગતા ગરબાનો રાસ

Advertisement

રાજકોટની બાળાઓ માથે સળગતી ઇંઢોણી લઇ રાસ રમવા આતુર હોય છે. આ ખેલૈયાઓ જ્યારે પણ આસ્થા અને ભક્તિ સાથે ગરબાના તાલે ઝૂમતા હોય છે ત્યારે નવદુર્ગા સાક્ષાત સાથે રમતા હોવાની અનુભૂતિ થતી હોય છે. આ આગ વાળ ગરબા રમતી વખતે માથા ઉપર પહેલા એક કપડું રાખવામાં આવે છે, બાદમાં તેની પર ઈંઢોણી અને ઈંઢોણી પર ગરબો રાખવામાં આવે છે અને બાદમાં બંને હાથમાં મશાલ રાખે છે. હાથમાં રહેલી મસાલથી બાળાઓ દ્વારા જ ઈંઢોણીને મશાલ થી સળગાવવામાં આવે છે. આ બાદ માતાજીના ગરબા રમવામાં આવે છે.

15 વર્ષથી કરાય છે આ મહોત્સવનું આયોજન  

ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 15 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 16 માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં 30 બાળાઓ રાસ રમી રહી છે, અને સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. કુલ 12 બાળાઓને તાલીમ અપાઈ છે.

નવરાત્રી દરમિયાન ત્રીજા, છઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરાય છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાય છે. કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મંજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.

આ પણ વાંચો -- GANDHINAGAR : CM ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા કરાશે…

Tags :
Advertisement

.