ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : કતારગામના અનાથ આશ્રમ બહાર ત્યજી દેવાયેલ નવજાત બાળકી જિંદગીની જંગ હારી

સુરતના (Surat) કતારગામ (Katargam) વિસ્તારમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકીએ આજરોજ દમ તોડ્યો હતો. બે દિવસ પહેલા કતારગામના અનાથ આશ્રમના (Orphanage) ગેટ પાસેથી નવજાત બાળકી મળી આવી હતી, જે બાદ સ્થાનિકો દ્વારા બાળકીને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ...
08:33 PM Feb 28, 2024 IST | Vipul Sen

સુરતના (Surat) કતારગામ (Katargam) વિસ્તારમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકીએ આજરોજ દમ તોડ્યો હતો. બે દિવસ પહેલા કતારગામના અનાથ આશ્રમના (Orphanage) ગેટ પાસેથી નવજાત બાળકી મળી આવી હતી, જે બાદ સ્થાનિકો દ્વારા બાળકીને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) લઈ જવાઈ હતી. પરંતુ, નવજાત બાળકી જિંદગીની જંગ હારી છે. સમગ્ર મામલે કતારગામ પોલીસે (Katargam Police) બાળકીના પરિવારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના (Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમના (Orphanage) ગેટ પરથી રવિવારના રોજ એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી પર કીડીઓ ચડી જતાં તે ખૂબ જ રડતી હતી. જે બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) લઈ જવામાં આવી હતી. સાથે જ બાળકીના વાલી વારસને શોધવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા. આ અંગે ડીસીપી પિનાકિન પરમારે (DCP Pinakin Parmar) જણાવ્યું હતું કે, ત્યજી દેવાયેલી બાળકીનું બે દિવસની સારવાર બાદ મોત થયું છે. જે બાદ પોલીસે બાળકીના પરિવારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી પિનાકિન પરમાર

 

યુવતી દ્વારા કોઈ સાથે સંબંધ બાંધી લગ્ન ના કરી બાળક રહી ગયું હતું

વધુમાં તેમણે કહ્યું હતું કે, સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે દિવસ પહેલા એક નવજાત બાળકી કતારગામ (Katargam) અનાથ આશ્રમના ગેટ પર મળી આવી હતી, જેમાં પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીના પરિવારની શોધ માટે પોલીસે અલગ-અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક રિક્ષાચાલક બાળકીના પરિવારને રેલવે સ્ટેશનથી કતારગામ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ડીસીપીએ જણાવ્યું કે, બાળકીના વાલી વારસ મૂળ મહારાષ્ટ્રના (Maharashtra) વતની હોવાનું તપાસમાં ખૂલ્યું છે. દીકરી દ્વારા કોઈ સાથે સંબંધ બાંધી લગ્ન ના કરી બાળક રહી ગયું હતું. પરંતુ, બાળકના 9 મહિના પૂર્ણ થઈ ગયા હતા, જેથી પરિવાર મહારાષ્ટ્રથી સુરત આવીને અહીં ખાનગી ક્લિનિકમાં ડિલિવરી કરાવી બાળકીને અનાથ આશ્રમની બહાર મૂકી ફરાર થઈ ગયા હતા. જો કે, હાલ સમગ્ર મામલે પોલીસે પરિવારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Banaskantha : કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતાએ પક્ષને કહ્યું ‘બાય બાય’, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!

Tags :
Baby GirlDCP Pinakin ParmarGujarat FirstGujarati NewsKatargamMaharashtranew civil hospitalOrphanageSurat
Next Article