Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : સુરતીઓ માટે ગર્વ લેવાની વાત, સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત સંયુક્ત રીતે બન્યું સૌથી સ્વચ્છ શહેર

સુરતીઓ માટે ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત (SURAT) સંયુક્ત રીતે સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્યપ્રદેશના ઇન્દોરની સાથે સુરત શહેર પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યોની...
02:47 PM Jan 11, 2024 IST | Vipul Sen

સુરતીઓ માટે ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત (SURAT) સંયુક્ત રીતે સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્યપ્રદેશના ઇન્દોરની સાથે સુરત શહેર પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યોની વાત કરીએ તો સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર આ મામલે પ્રથમ ક્રમાંકે છે.

રાજ્યોની સ્વચ્છતા રેન્કિંગમાં મધ્યપ્રદેશને બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો દરજ્જો મળ્યો છે. જ્યારે આ મામલે મહારાષ્ટ્ર (Maharastra) પ્રથમ ક્રમે છે. રાજ્યના સ્વચ્છ રેન્કિંગ, રાજ્યભરના સામાન્ય લોકો પાસેથી મળેલા પ્રતિસાદ, સ્વચ્છતા અંગે રાજ્યભરમાં ચાલતા પ્રોજેક્ટ, બજેટ ફાળવણી વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. સ્વચ્છ રાજ્યોમાં છત્તીસગઢ ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે, મધ્યપ્રદેશને દેશના સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે છત્તીસગઢ બીજા સ્થાને હતું. આ રીતે બંને રાજ્યોની રેન્કિંગમાં એક સ્થાનનો ઘટાડો થયો છે. ભોપાલને દેશના સૌથી સ્વચ્છ રાજ્યની રાજધાનીનો ખિતાબ મળ્યો છે. ભોપાલે ગયા વર્ષે પણ આ ખિતાબ હાંસલ કર્યો હતો.

આ વર્ષે મધ્યપ્રદેશ બીજા ક્રમાંકે રહ્યું

વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં ઇન્દોર સાથે સુરત (SURAT) સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે આ બંને શહેરો પછી નવી મુંબઈનો નંબર આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી કામગીરી અને સ્વચ્છતા ઝુંબેશને પગલે આ વખત સુરત મહાનગરપાલિકા દેશભરના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહ્યું છે. સુરત સાથે ઇન્દોર પણ પ્રથમ નંબરે રહ્યું. આ પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મુના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ્સ સ્વીકાર્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, સુરત (SURAT) મહાનગરપાલિકાના પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. નવી દિલ્હીમાં આવેલા ભારત મંડપમ ખાતે આજે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારા તમામ શહેરોના રેન્કની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, દેશભરના રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે જ્યારે મધ્યપ્રદેશ બીજા ક્રમાંકે રહ્યા છે.

આ પણ વાંચો - VGGS-2024 : વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી દેશમાં મોટું રોકાણ આવવાનું છે : હર્ષ સંઘવી

Tags :
Cleanliness SurveyDelhiGujarat FirstGujarat NewsIndiaIndorMadya PradeshMaharastraNavi MumbaiPresident Draupadi MurmuSurat
Next Article