Surat : ઇચ્છાપોર નજીક મહિલા કારચાલકે છોટા હાથીને અડફેટે લેતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત
સુરતના (Surat) ઇચ્છાપોર વિસ્તારમાં એક મહિલા ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને છોટા હાથી ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. આ કમકમાટીભર્યાં અકસ્માતમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાચાલક સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, મહિલાચાલકની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં કાર અને છોટા હાથી ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સુરતમાં માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ (Surat City Traffic Police) અને રોડ સેફ્ટી કાઉન્સિલ (Road Safety Council) દ્વારા સમયાંતરે સેમિનારો યોજી અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ, આ પ્રયાસ છતાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ સુરતના ઈચ્છાપોર (Ichapore) સ્થિત ઓએનજીસી બ્રિજ (ONGC bridge) પરથી પૂરપાટ ઝડપે આવતી કારની મહિલા ચાલકે શ્રમિકોથી ભરેલ ટેમ્પોને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પંકજ રાઠોડ નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની ઘટનાના પગલે લોક ટોળું એકઠું થયું હતું. ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા ડુમ્મસ પોલીસ (Dummas Police) સહિત સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં કાર અને છોટા હાથીનો કચ્ચરઘાણ વળી હતો. અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થતા તાકીદે રાહત કામગીરી હાથ ધરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યું હતું. જ્યારે પૂરપાટ ઝડપે કાર હંકારી ગંભીર અકસ્માત કરનાર મહિલાચાલકની ડુમ્મસ પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Jamnagar: રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા
આ પણ વાંચો - Tharad Accident: થરાદમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો, અકસ્માતમાં બાળક ગંભીર રીતે ઘાયલ
આ પણ વાંચો - THARAD : ટ્રક ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી પાણીપુરીની લારીને અડફેટે લીધી