Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત, 2 શખ્સ સામે મોટી કાર્યવાહી!

સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં આવેલ બી.એમ. નગર સોસાયટીની 6 માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં તેમાં 7 લોકોના મોત નીપજ્યાં હતા. માત્ર 5 વર્ષ પૂર્વે બનેલી બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ (Building Collapsed) થઈ હતી. આ મામલે હવે 2...
12:50 PM Jul 08, 2024 IST | Vipul Sen

સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં આવેલ બી.એમ. નગર સોસાયટીની 6 માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં તેમાં 7 લોકોના મોત નીપજ્યાં હતા. માત્ર 5 વર્ષ પૂર્વે બનેલી બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ (Building Collapsed) થઈ હતી. આ મામલે હવે 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

બે લોકો સામે નોંધાયો ગુનો

સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં (Sachin GIDC) માત્ર 5 વર્ષ પહેલા બનેલી 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત નીપજ્યા હતા. આ મામલે ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી સામે આવતા અનેક સવાલ ઊભા થયા હતા. જો કે, હવે આ કેસમાં બે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવી ધઈએ કે, 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે રેસ્ક્યૂ ઓપરેશન માટે NDRF અને SDRF ની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.

માત્ર 5 વર્ષ પૂર્વે બનેલી બિલ્ડિંગ અચાનક કડડભૂસ થતા અનેક સવાલ

માત્ર 5 વર્ષ પૂર્વે બનેલી બિલ્ડિંગ અચાનક કડડભૂસ થતા અનેક સવાલ ઊભા થયા છે. આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે. બે માળની બિલ્ડિંગ જોતા ને જોતા જ 5 માળની થઈ એવા આરોપ પણ થયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદે બાંધકામ પર મનપા (SMC) આંખ આડા કાન કરી કેમ બેઠું છે ? બાકીના ત્રણ માળ કોની પરવાનગીથી બનાવવામાં આવ્યા હતા ? ગેરકાયદે 3 માળ બની ગયા શું મનપાને આ અંગે ખબર જ ના પડી ?

આ પણ વાંચો - Surat : મોડી રાતથી રેસ્ક્યૂ ઓપરેશન, અત્યાર સુધી 7 મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા

આ પણ વાંચો - Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

આ પણ વાંચો - Kutch : કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, વહેલી સવારે 4.45 કલાકે અનુભવાયો આંચકો

Tags :
Building Suddenly Collapsedfire departmentGujarat FirstGujarati NewsLocal Policerescue-operationSachin GIDCSMCSurat
Next Article