Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: ભંગારની આડમાં સંતાડેલા 12.442 કિગ્રા ગાંજા સાથે 1ની ધરપકડ, 4 વૉન્ટેડ જાહેર

  Surat : સુરત (Surat) જિલ્લામાં ભંગારની આડમાં સંતાડેલો ગાંજાનો (Cannabis) જત્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.24 લાખની કિમતનો 12.442 કિ.ગ્રા. ગાંજાનો જત્થો મળી કુલ 1.39લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં એક ઇસમની ધરપકડ કરાઈ છે તેમજ...
06:36 PM Jan 17, 2024 IST | Hiren Dave
Cannabis

 

Surat : સુરત (Surat) જિલ્લામાં ભંગારની આડમાં સંતાડેલો ગાંજાનો (Cannabis) જત્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.24 લાખની કિમતનો 12.442 કિ.ગ્રા. ગાંજાનો જત્થો મળી કુલ 1.39લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં એક ઇસમની ધરપકડ કરાઈ છે તેમજ માલ મંગાવનાર અને માલ પૂરો પાડનાર ઈસમો મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

 

સુરત (Surat) જિલ્લામાં કડોદરા જીઆઈડીસી (Kadodara GIDC) તથા એસઓજી પોલીસે બાતમીના આધારે તાતીથૈયા ગામ સોની પાર્ક-૨ શિવગંગા રેસીડેન્સી પાસે આવેલી ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નબર 02 માં ભંગારની આડમાં એક ઇસમને ગાંજાના જત્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે વિવેકભાઈ ઉર્ફે સરદાર વિશાલભાઈ પાંડેની ધરપકડ કરી છે તેમજ 12,4420 રૂપિયાની કિમતનો 12.442 કી.ગ્રા. ગાંજાનો જત્થો 2 મોબાઈલ ફોન તેમજ 2900 રૂપિયા મળી કુલ 1,39,320 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે

વધુમાં માલ મંગાવનાર સરોજ યાદવ, માલ પૂરો પાડનાર નીરોજ પ્રસાદ ગોડ, રિષી ભૈયાલાલ પટેલ, અને કિશનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી વિવેક ઉર્ફે સરદાર તથા વોન્ટેડ આરોપી સરોજ યાદવ ઓડીસા ખાતેથી તેમના ઓળખીતા માણસો પાસેથી જત્થાબંધ ગાંજાનો જત્થો મંગાવી તાતીથૈયા ખાતે પોતાના કબ્જાની ભંગારની દુકાનમાં ભંગારના વેપારની આડમાં નાના નાના પાર્સલો બનાવી મિલોમાં મજુરી કામ કરતા ઇસમોને છૂટક વેચાણ કરતા હતા.

 

અહેવાલ -ઉદય જાદવ -સુરત 

 

આ  પણ  વાંચો  - Banaskantha નું એક એવું ગામ જયાં લોકોને મળી રહ્યું છે ખારું પાણી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
cannabisGujarat FirstKadodara GIDCSuratSurat news
Next Article