SSC Result : ધો.10 માં ગુજરાતના આ બે કેન્દ્રનું 100 ટકા પરિણામ
SSC Result : ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board) દ્વારા ધો. 10 ની (Class-10th)પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ 10 નું પરિણામ 82.56 ટકા નોંધાયું છે. રાજ્યમાં ધોરણ-10માં 100 ટકા પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ કેન્દ્ર પર 100 ટકા પરિણામ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા કેન્દ્ર 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ભાવનગરનું તડ કેન્દ્ર બન્યું છે. તડ કેન્દ્ર પર 41.13 ટકા પરિણામ નોંધાયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધી પાનીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતીના અમલીકરણ બાદ અત્યાર સુધીનું ધો.10નું સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. આ સાથે ઉમેર્યું કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે.
રાજ્યમાં ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87.22 ટકા નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ 74.57 ટકા આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 તો 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 264 હોવાનું સામે આવ્યું છે.
Gujarat: ધોરણ-10નું 82.56 ટકા પરિણામ જાહેર | Gujarat First@EduMinOfGujarat @irushikeshpatel @kuberdindor @CMOGuj @prafulpbjp #Gujarat #Exam #Result #std10 #Education #GujaratFirst pic.twitter.com/JB8XNa6ZMC
— Gujarat First (@GujaratFirst) May 11, 2024
ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થીનીઓ અવ્વલ
રાજ્યમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા નોંધાયું છે. વિદ્યાર્થીઓનુ પરિણામ 79.12 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23247, A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 78893, B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 118710, B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 143894, C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 134432, C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 72252 અને D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 6110 હોવાનુ સામે આવ્યું છે.
Gujarat: 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર | Gujarat First@EduMinOfGujarat @irushikeshpatel @kuberdindor @CMOGuj @prafulpbjp #Gujarat #Exam #Result #std10 #Education #GujaratFirst pic.twitter.com/brOi61JSk7
— Gujarat First (@GujaratFirst) May 11, 2024
માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેને શું કહ્યું?
ધોરણ-10નું પરિણામ જાહેર થયા બાદ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, 21869 વિદ્યાર્થીઓને એક વિષયમાં સુધારો કરાયો અને 32971 વિદ્યાર્થીઓને બે વિષય માં સુધારો કરાયો છે. 21854 વિદ્યાર્થીઓને ત્રણ વિષયના પરિણામમાં સુધારો કરાયો છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા અને વિદ્યાર્થીઓનુ પરિણામ 79.12 ટકા નોંધાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષા દરમિયાન 400 કોપી કેસ નોંધાયા. સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં કેસ નોંધાયા. કુલ 577556 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
આ પણ વાંચો - HSC Result : ધોરણ 10નું પરિણામ જાહેર,વોટસએપથી કેવી રીતે જાણશો ?
આ પણ વાંચો - VADODARA : યાત્રાધામ ચાંદોદનો મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી
આ પણ વાંચો - Nilesh Kumbhani: 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી, લૂલો બચાવ કરવા કોંગ્રેસ પર કર્યા પ્રહાર