Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shaktisinh Gohil : ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી :શક્તિસિંહ

Shaktisinh Gohil :ગુજરાત સહિત દેશભરમાં હાલ રામની લહેર જોવા મળી રહી છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ PM મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. ત્યારે આ પ્રસંગે દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જે અંગે કોંગ્રેસ...
shaktisinh gohil   ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી  શક્તિસિંહ

Shaktisinh Gohil :ગુજરાત સહિત દેશભરમાં હાલ રામની લહેર જોવા મળી રહી છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ PM મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. ત્યારે આ પ્રસંગે દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જે અંગે કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)  આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ આપે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.

Advertisement

Advertisement

આ ભાજપની ઇવેન્ટ છે

શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ  કે,જ્યારે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે, મંદિર પૂર્ણ નથી થયું તો પ્રાણ પ્રતિષ્ઠા ન થવી જોઇએ. ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલિટિકલ ઇવેન્ટ કરે છે તો એકદમ સ્પષ્ટ છે કે ત્યાં કોણ જશે? મંદિરમાં કોઇ આમંત્રણની જરૂર નથી.

Advertisement

કોંગ્રેસને રામના નામમાં શ્રદ્ધા

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘શંકરાચાર્ય મહારાજ જ્યારે આવું કહી રહ્યા હોય ત્યારે બીજેપીને એમ છે કે કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો. રામના નામે મત લેવા માટે બીજેપી ઇવેન્ટ કરે તો ઇવેન્ટમાં ન જઇ શકાય. કોંગ્રેસ પક્ષને રામના નામમાં શ્રદ્ધા છે. ભગવાનના દર્શનમાં આમંત્રણની જરૂર નથી.

આ પણ વાંચો - RAJIV MODI CASE : દુષ્કર્મ મામલે પોલીસની ઝીણવટભરી તપાસ, 17 સાક્ષીઓના લેવાયા નિવેદન, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.