Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shaktipeeth Bahucharaji : 9 મીથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ, માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે

પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ 9 એપ્રિલથી થઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં (Shaktipeeth Bahucharaji) નવરાત્રિ પૂર્વે આવતીકાલે બપોરે 12 કલાકે પ્રક્ષાલન વિધિ યોજાશે. ચૈત્રી નવરાત્રિને લઈ ઘટસ્થાપન વિધિ, ગર્ભગૃહ, બાલા યંત્ર સહિત માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે....
09:57 AM Apr 07, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

પવિત્ર ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ 9 એપ્રિલથી થઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં (Shaktipeeth Bahucharaji) નવરાત્રિ પૂર્વે આવતીકાલે બપોરે 12 કલાકે પ્રક્ષાલન વિધિ યોજાશે. ચૈત્રી નવરાત્રિને લઈ ઘટસ્થાપન વિધિ, ગર્ભગૃહ, બાલા યંત્ર સહિત માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે. 16 એપ્રિલ ચૈત્ર સુદ આઠમની રાત્રે 9:30 કલાકે પાલખી યાત્રા (Palkhi yatra) નીકળશે. જ્યારે ત્રિ-દિવસીય ચૈત્રી પૂનમનાં મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે.

16 મીએ ભવ્ય પાલખી યાત્રા યોજાશે.

માતાજીની 7 દિવસની સવારીની વિધિ

આ વર્ષે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિ પૂર્વે આવતીકાલે બપોરે 12 કલાકે શક્તિપીઠમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. જ્યારે ચૈત્રી નવરાત્રિને લઈ ઘટસ્થાપન વિધિ પણ યોજાશે. માહિતી મુજબ, ગર્ભગૃહ, બાલા યંત્ર સહિત માતાજીની 7 દિવસની સવારીની વિધિ થશે. સાથે જ શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ, વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરાશે. 16 એપ્રિલના રોજ ચૈત્ર સુદ આઠમની રાત્રે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા (Palkhi yatra) નીકળશે, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાશે.

21 થી 23 એપ્રિલ દરમિયાન પૂનમના મેળો

પાલખી યાત્રા બાદ રાત્રે 12 કલાકે માતાજીની નવખંડ પલ્લી ભરાશે. 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન બહુચરાજી ખાતે પૂનમના મેળો (Chaitri Poonam fair) યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિ-દિવસીય ચૈત્રી પૂનમનાં મેળામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટશે. જણાવી દઈએ કે, ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ બહુચરાજીમાં (Shaktipeeth Bahucharaji) માઈભક્તોની વિશાળ જનમેદની જોવા મળે છે. મા બહુચરના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની યોગ્ય કામગીરી કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી કે સમસ્યા ના સર્જાય તેનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો એક અનેરો માહોલ જોવા મળે છે.

 

આ પણ વાંચો - CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

આ પણ વાંચો - Shani ની આજે બદલાયેલી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે લાભ

આ પણ વાંચો - ચૈત્ર નવરાત્રી 2024 ક્યારે છે? (Chaitra Navratri 2024 )

 

Tags :
Bala BahucharChaitri NavratriChaitri Poonam fairDevoteesGhatasthapan ceremonyGujarat FirstGujarati NewsMehsanaPalkhi yatraShaktipeeth BahucharajiShaktipeeth Bahucharaji Navkhand PalliVedic chanting
Next Article