Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shakti Singh Gohil : આહીર-ચારણ સમાજ વિવાદ મામલે શક્તિસિંહ ગોહિલે કહી આ વાત

ચારણ સમાજ વિશે (Charan Samaj) અપમાનજનક ટિપ્પણી મામલે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shakti Singh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, આપણે ત્યાં તમામ સમાજો વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ છે. કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા...
shakti singh gohil   આહીર ચારણ સમાજ વિવાદ મામલે શક્તિસિંહ ગોહિલે કહી આ વાત

ચારણ સમાજ વિશે (Charan Samaj) અપમાનજનક ટિપ્પણી મામલે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shakti Singh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, આપણે ત્યાં તમામ સમાજો વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ છે. કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા કોઈની પણ લાગણી ન દુભાય તે બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે તેમણે I.N.D.I. ગઠબંધન વિશે પણ નિવેદન આપ્યું હતું.

Advertisement

તાજેતરમાં યોજાયેલ આહીર સમાજના (Ahir Samaj) એક કાર્યક્રમમાં કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના સામાજિક આગેવાન દ્વારા ચારણ સમાજને (Charan Samaj) લઈને અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પછી ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, આહીર સમાજના કેટલાક અન્ય આગેવાનો દ્વારા આ મામલે વર્ગવિગ્રહ ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી અને ગીગાભાઈ ભમ્મરની ટિપ્પણીને વ્યક્તિગત નિવેદન જણાવ્યું હતું. ત્યારે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shakti Singh Gohil) પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આપણે ત્યાં તમામ સમાજો વચ્ચે ભાઈચારો, એકતા અને પ્રેમ છે. જુદા જુદા વર્ગ, ધર્મ અને જ્ઞાતીના લોકો એક પરિવારની જેમ જીવે છે. કોઈપણ સમાજની લાગણીને ઠેસ ન પહોંચે તે દરેકની જવાબદારી છે. આથી કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા કોઈની પણ લાગણી ન દુભાય તે બિલકુલ જોવું જોઈએ.

Advertisement

AAP ના ગુજરાતના નેતા કે અમને કોઈ સત્તા નથી : શક્તિસિંહ ગોહિલ

ગઢડા (Gahda) તાલુકાના નાના ઉમરડા (Umarda) ગામે એક ધાર્મિક પ્રસંગમાં શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે બોટાદના આમ આદમી પાર્ટીના (AAP) MLA ના લોકસભાના ઉમેદવારોને લઈને આપેલા નિવેદન મામલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ AAP ના ગુજરાતના નેતાને કે મને કોઈ ઉમેદવારોને લઈને નક્કી કરવાની સત્તા નથી. અંતિમ નિર્ણય મોવડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે તે અમને બધાને સ્વીકાર્ય રહેશે.

Advertisement

આ પણ વાંચો - Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

Tags :
Advertisement

.