Gujarat Education : CM જ્ઞાનસાધના સ્કોલરશીપના પરિણામો જાહેર
Scholarship : CM જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (Gnanasadha Merit Scholarship)યોજનાની પરિક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. ગત 30 માર્ચના રોજ રાજ્યમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ ( Scholarship )યોજના માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 9997 શાળાના 3૦,387 વિદ્યાર્થીઓ મેરીટમાં 5૦ ટકા કરતા વધુ ગુણ મેળવ્યા હતા. જેમાંથી 25 હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
4.46 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે 4.46 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી અને ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ના શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવશે.
સુધી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાશે.જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે તે વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે. ધોરણ આઠ પાસ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પેલો 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 10 માં વાર્ષિક 20,000 સ્કોલરશીપ મળશે.જ્યારે ધોરણ 11 થી 12માં વાર્ષિક 25000 રૂપિયા સ્કોલરશીપ મળશે.આ પરિક્ષાથી તેજસ્વી વિદ્યાર્થીઓ જેમને આર્થિક સ્થિતિ સારી ન હોય તેમને આર્થિક મદદ મળશે.
આ પણ વાંચો - VADODARA : સોસાયટીમાં પાર્ક કરેલી કાર સળગી ઉઠી
આ પણ વાંચો - VADODARA : પાલિકાએ ભર ઉનાળે ગોત્રીમાં ચોમાસાની યાદ અપાવી
આ પણ વાંચો - ગુજરાતના આ જિલ્લામાં 664 માંથી 359 ગામમાં સરપંચ જ નથી!