Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Savarkundla Water Line: અમરેલીના સાવરકુંડલામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે

Savarkundla Water Line: રાજ્ય સરકાર વિકાસના નામે મસમોટા વાયદાઓ અને યોજનાઓ નાગરિકો માટે કાર્યરત કરતી જોવા મળે છે. પરંતુ રાજ્યમાં અવાર-નવાર રાજ્ય સરકાર અને કર્મચારીઓના કાર્યોનો રિપોર્ટ સામે આવતો હોય છે.આ નિપોર્ટમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના દાખલાઓ વધારે જોવા મળતા હોય...
07:04 PM Mar 10, 2024 IST | Aviraj Bagda
pipe line collapse

Savarkundla Water Line: રાજ્ય સરકાર વિકાસના નામે મસમોટા વાયદાઓ અને યોજનાઓ નાગરિકો માટે કાર્યરત કરતી જોવા મળે છે. પરંતુ રાજ્યમાં અવાર-નવાર રાજ્ય સરકાર અને કર્મચારીઓના કાર્યોનો રિપોર્ટ સામે આવતો હોય છે.આ નિપોર્ટમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના દાખલાઓ વધારે જોવા મળતા હોય છે.

ત્યારે રાજ્યના વધુ એક જિલ્લામાંથી સરકારી યોજનાની હાલત કફોડી બની છે. અમરેલીમાં સાવરકુંડલા રોડ પર મહી પરી યોજના અંતર્ગત પાણીની પાઈપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં સાવરકુંડલા રોડ પર ફતેપુરના પાટિયા પાસે પાઈપ લાઈનના ભાગમાં ભંગાણ પડ્યું છે. તેના કારણે દરરોજ લાખો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે.

Savarkundla Water Line

કરોડાના ખર્ચે પાઈપ લાઈનનું નિર્માણ કરાયું

ત્યારે આ ભંગાણ પાઈપ લાઈનમાં છેલ્લા 20 થી 25 દિવસથી પડ્યું છે. તે ઉપરાંત સ્થાનિકો દ્વારા આ મામલે અનેક વખત તંત્રને જાણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આટલા બધા દિવસો પસાર થઈ જતા પણ નિરાકરણ આવ્યું નથી. સાવરકુંડલામાં ફતેપુર પાટિયા પાસે 900 એમ એમ પાઈપ લાઈનનું નિર્માણ કરોડોના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અધિકારીઓ મામલાને નજરઅંદાજ કરી રહ્યા

આ અંગે સ્થાનિક પાણી પુરવઠા કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કર્માચારી ઘોર નિદ્રામાં હોય તે રીતે મામલાને નજરઅંદાજ કરતા હતા. ત્યારે હાલમાં આ મામલને લઈને સ્થાનિકો દ્વારા જિલ્લા અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Navsari Crime: નવસારીની તપસ્યા નારી સમિતિ દ્વારા યુવાનો પાસે લાખોની ઉચાપત કરવામાં આવી

Tags :
AmreliAmreli CollectorGujaratGujaratFirstSavarkundlaWater DepartmentWater IssuedWater Pipe Line
Next Article