Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sam Pitroda Controversy : સામ પિત્રોડાના નિવેદનને ટાંકી C.R. પાટીલે કોંગ્રેસને લીધી આડે હાથ!

Sam Pitroda Controversy : કોંગ્રેસના (Congress) નેતા સામ પિત્રોડાના (SAM PITRODA) વારસાગત ટેક્સ અંગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપે (ઝ) કોંગ્રેસની ઘેરાબંધી શરૂ કરી છે. ભાજપ દ્વારા સામ પિત્રોડાના નિવેદનને ટાંકીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ...
sam pitroda controversy   સામ પિત્રોડાના નિવેદનને ટાંકી c r  પાટીલે કોંગ્રેસને લીધી આડે હાથ

Sam Pitroda Controversy : કોંગ્રેસના (Congress) નેતા સામ પિત્રોડાના (SAM PITRODA) વારસાગત ટેક્સ અંગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપે (ઝ) કોંગ્રેસની ઘેરાબંધી શરૂ કરી છે. ભાજપ દ્વારા સામ પિત્રોડાના નિવેદનને ટાંકીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ પર જનતાની 50 ટકા સંપત્તિ છીનવી લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR. Patil) પણ હવે કોંગ્રેસને આડે હાથ લીધી છે. પ્રદેશ ભાજપ પ્રમુખે ટ્વીટ કરી કહ્યું કે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસના ઇરાદાઓ ખુલ્લા પડ્યા. કોંગ્રેસ લોકોની ખાનગી મિલકત સરકારી તિજોરીમાં મૂકી લઘુમતીઓમાં વહેંચવા માગે છે.

Advertisement

કોંગ્રેસ પર સી.આર. પાટીલના આકરા પ્રહાર

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના (SAM PITRODA) વારસાગત ટેક્સ (inheritance tax) અંગેના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. કોંગ્રેસ પાર્ટી હવે ભાજપના નિશાને આવી છે. ભાજપ દ્વારા સામ પિત્રોડાના નિવેદનને ટાંકીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ ભારતનો નાશ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સામ પિત્રોડાના નિવેદનને લઈ કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું કે, સામ પિત્રોડાનાં નિવેદનથી કોંગ્રેસનાં ઇરાદાઓ ખુલ્લા પડ્યા છે. કોંગ્રેસ લોકોની ખાનગી મિલકત સરકારી તિજોરીમાં મૂકી લઘુમતીઓમાં વહેંચવા માગે છે.

Advertisement

મહંત યોગી દેવનાથબાપુએ પણ આપી પ્રતિક્રિયા

તેમણે (CR. Patil) આગળ લખ્યું કે, આ પહેલા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી દેશના લોકોની સંપત્તિનો સરવે કરશે અને યુ.પી.એ. શાસન દરમિયાન નિર્ણય મુજબ લોકોની સંપત્તિનું વિતરણ કરશે!! દેશના લોકોએ અપાર પરિશ્રમથી કમાયેલી સંપત્તિ કોંગ્રેસ છીનવી લેવા માગે છે. આ ઉપરાંત, સામ પિત્રોડાના નિવેદન (Sam Pitroda Controversy) પર ભરૂડિયા એકલધામના મહંત યોગી દેવનાથબાપુની (Mahant Yogi Devanathbapu) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે આરોપ લગવતા કહ્યું કે, કોંગ્રેસ દેશને ખતમ કરી રહી છે. રાષ્ટ્રને બચાવવાની જરૂરત ઊભી થઈ છે.