Sabarkantha : BJP માટે રાહતના સમાચાર! આ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ! વાંચો વિગત
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) રંગ જામ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવાઈ છે. આ વચ્ચે સાબરકાંઠા (Sabarkantha) બેઠક પરથી મોટા સમાચાર આવ્યા છે. લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું હોવાના સમાચાર છે. આથી ભાજપ (BJP) માટે આ રાહતના સમાચાર છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાયો સતત વધી રહ્યો છે. દરેક ઉમેદવાર જનતાને રિઝાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સાબરકાંઠા બેઠક પરથી એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાની માહિતી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Jhala) પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. બે દિવસ પહેલા જ ભવ્ય કાર રેલી સાથે તેમણે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
અહેવાલ અનુસાર, સાબરકાંઠા (Sabarkantha) બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 22 એપ્રિલ પહેલાં જ ઉમેદવારી પરત ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ નિર્ણયથી ભાજપને મોટી રાહત મળશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ભવ્ય કાર રેલી યોજીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. દરમિયાન, સમર્થકો દ્વારા તેમના પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારે હવે 800 ગાડીનાં કાફલા સાથે ફોર્મ પરત ખેંચ્યું હોવાની માહિતી છે. જો કે, તેમણે ફોર્મ પરત કેમ ખેંચ્યું તેને લઈને કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો - Amreli : કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવા માગ, જાણો શું છે કારણ ?
આ પણ વાંચો - LokSabhaEletion : ગાંધીનગર લોકસભાની બેઠક પર 8 ઉમેદવારના ફોર્મ થયા રદ્દ
આ પણ વાંચો - પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો