Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : આદિવાસી છાત્રાલયમાં એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે લાખો રૂપિયાની સાયકલ

Sabarkantha : રાજય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને અવર-જવર કરવામાં કોઈ તકલીફ ન પડે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદીને વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં મોકલાઈ છે. ત્યારે ઈડર તાલુકાનાં ગોધમજી ખાતે આવેલ આદિવાસી છાત્રાલયમાં એક...
11:56 PM Jul 17, 2024 IST | Vipul Sen

Sabarkantha : રાજય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને અવર-જવર કરવામાં કોઈ તકલીફ ન પડે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદીને વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં મોકલાઈ છે. ત્યારે ઈડર તાલુકાનાં ગોધમજી ખાતે આવેલ આદિવાસી છાત્રાલયમાં એક વર્ષથી અંદાજે 1350 સાયકલો વિતરણ વિના જ પડી છે. ત્યારે તંત્રે સમગ્ર મામલે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટરને માથે થોપી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં કયારે આ સાયકલોનું વિતરણ કરે છે ?

વર્ષ 2023 માં 1350 સરકારી સાયકલો લવાઈ હતી

આ અંગેની વિગત એવી છે કે ઈડર તાલુકાનાં ગોધમજી નજીક ખેડ તસિયા રોડ પર આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર આદિવાસી છાત્રાલયમાં (Anandiben Premubhai Thakar Adivasi Chatralaya) વર્ષ 2023 માં 1350 સરકારી સાયકલો લવાઈ હતી. પરંતુ, એક વર્ષ સુધી આ સાયકલો ગોધમજીનાં આદિવાસી છાત્રાલયનાં પ્રાંગણમાં કાટ ખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સમગ્ર સાબરકાંઠા સહિત રાજયમાં વર્ષ 2024 માં શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હજુ સુધી ગત વર્ષે લવાયેલી સાયકલોનું વિતરણ કરવામાં સંલગ્ન વિભાગ ઊણુ ઉતર્યુ છે. એટલુ જ નહીં પણ આ અંગે અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો સાઇકલોને એસેમ્બલ કરનાર ઈજારદાર પર ઢોળવામાં આવી રહયો છે, જેથી પ્રજામાં એવું ચર્ચાઈ રહયુ છે કે વિદ્યાસાધના યોજના હેઠળ વિતરણ થનાર સાયકલનાં અભિગમના લીરેલીરા ઊડી રહયા છે. હવે તો જોવાનું એ રહે છે કે આ અંગે સંલગ્ન વિભાગ ક્યારે સાઇકલોનું વિતરણ કરશે ?

સાયકલો પર 2023 નાં પ્રવેશોત્સવના સ્ટીકર

ગોધમજી છાત્રાલય (Godhamji Chatralaya) ખાતે 2023 ના શાળા પ્રવેશોત્સવના સ્ટીકર લગાવેલ સરકારી સાયકલોના મામલે આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર બ્રહ્મપુરી આદિવાસી કુમાર શાળાના આચાર્ય પ્રવિણસિંહ સિસોદિયાએ જણાવાયું હતું કે, ગત મે મહિનાના અંતમાં કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા લવાયેલી સાયકલો અંગે આદિજાતિ વિકાસ કચેરી સાબરકાંઠા જિલ્લાના (Sabarkantha) હિંમતનગર દ્વારા અમને જાણ કરાઈ હતી. હાલમાં સાયકલો તૈયાર થઈ છાત્રાલયનાં કમ્પાઉન્ડમાં છે જે બાબતે અમોએ વિતરણ વ્યવસ્થા માટે ઉચ્ચકક્ષાએ જાણ કરાઈ હતી, પરંતુ એ બાબતે જવાબદાર કચેરી દ્વારા ઝડપથી વિતરણ કરવાનાં ઓર્ડર કરીશું તેમ કહેવાયું હતુ. બીજી તરફ આ બાબતે આદિજાતિ વિકાસ કચેરીનાં (Tribal Development Office) મદદનીશ કમિશનર એન.બી. પરમાર દ્વારા જણાવાયું હતું કે, લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ વિતરણ કરી દેવામાં આવશે પરંતુ, વડી કચેરીથી કે ગ્રા.મ.કો.માંથી કોઈ સૂચના મળી નથી, જેથી એજન્સી પાસેથી સાયકલો સ્વીકારવી નહીં તેમ જણાવ્યું હતું.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

 

આ પણ વાંચો - Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક વખત આવાસ યોજનાનાં નામે કૌભાંડ! AMC-બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ

આ પણ વાંચો - Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

Tags :
Anandiben Premubhai Thakar Adivasi ChatralayaBicyclesEider talukaGodhamjiGujarat FirstGujarati NewsSchool Entrance FestivalTribal Development Office
Next Article