Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

S. Jaishankar : ફરી એકવાર વિદેશ મંત્રાલયની જવાબદારી, ચાર્જ સંભાળતા પહેલા કહી આ વાત

મોદી સરકાર 3.0 (Modi government 3.0) મંત્રીમંડળના મંત્રીઓએ રવિવારના રોજ શપથ લીધા બાદ સોમવારે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે આજે એટલે કે મંગળવારે સવારે મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યો હતો. મોદી સરકારની નવી કેબિનેટમાં એકવાર ફરી વિદેશ મંત્રાલયની જવાબદારી એસ. જયશંકરને...
s  jaishankar   ફરી એકવાર વિદેશ મંત્રાલયની જવાબદારી  ચાર્જ સંભાળતા પહેલા કહી આ વાત

મોદી સરકાર 3.0 (Modi government 3.0) મંત્રીમંડળના મંત્રીઓએ રવિવારના રોજ શપથ લીધા બાદ સોમવારે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે આજે એટલે કે મંગળવારે સવારે મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યો હતો. મોદી સરકારની નવી કેબિનેટમાં એકવાર ફરી વિદેશ મંત્રાલયની જવાબદારી એસ. જયશંકરને (S. Jaishankar) સોંપવામાં આવી છે. વર્ષ 2019 માં નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ વિદેશમંત્રીનું પદભાર નિભાવી ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે મક્કમતાથી વિદેશોમાં પણ ભારતનો પક્ષ રાખ્યો હતો. ત્યાર હવે તેઓ ગુજરાતથી (Gujarat) રાજ્યસભાના સાંસદ બન્યા બાદ કેન્દ્રીયમંત્રી તરીકે ફરજો નિભાવવાના છે.

Advertisement

જણાવી દઈએ કે, એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસસભાના સાંસદ છે. મોદી સરકાર 2.0 બાદ એકવાર ફરી મોદી સરકાર 3.0 કેબિનેટમાં એસ.જયશંકરને ફરી વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નોધનીય છે કે, મોદી સરકાર 2.0 માં તેમની કામગીરી ખૂબ જ સારી અને પ્રભાવશાળી રહી હતી.

Advertisement

એસ. જયશંકરને વિદેશ મંત્રાલય

મોદી સરકાર 2.0 માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યા બાદ એસ. જયશંકરને (S. Jaishankar) ફરી એકવાર વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ અવસરે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, 'ફરી એક વખત વિદેશ મંત્રાલયના નેતૃત્વની જવાબદારી મળવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ મંત્રાલયે છેલ્લા કાર્યકાળમાં અસાધારણ અને સારું પ્રદર્શન કર્યું હતું. અન્ય દેશોમાં વેક્સિન મૈત્રી સપ્લાય સાથે કોરોનાના (Corona) પડકારોનો સામનો કર્યો હતો. અમે G20 ની અધ્યક્ષતા પણ કરી. અમે 'ઓપરેશન ગંગા' (Operation Ganga) અને 'ઓપરેશન કાવેરી' (Operation Kaveri) જેવા મહત્ત્વપૂર્ણ ઓપરેશનનું કેન્દ્ર પણ હતા. છેલ્લા એક દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં આ મંત્રાલય લોકોમાં ખૂબ જ કેન્દ્રિત મંત્રાલય બની ગયું છે. તમે આને અમારી બહેતર પાસપોર્ટ સેવાઓ અને વિદેશમાં ભારતીયોને આપવામાં આવતી કોમ્યુનિટી વેલ્ફેર ફંડ સપોર્ટના સંદર્ભમાં જોઈ શકો છો.

એસ. જયશંકરનો દિલ્હીમાં થયો હતો જન્મ

એસ. જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955 ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેમણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટિફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

Advertisement

વિદેશ સચિવ, હાલમાં ભારતના વિદેશમંત્રી

સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ.જયશંકર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હાલમાં ભારતના વિદેશમંત્રી છે. વિદેશમંત્રી બનતા પહેલા એસ. જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારનાં વિદેશ સચિવ રહ્યા હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ. જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.

એસ. જયશંકરનું ગ્રેજ્યુએશન

એસ. જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી (JNU) M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોંચતા એસ. જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઇગ્લિંશ, મેડ્રિડ જાપાનિઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી તેઓ વર્ષ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.

આ પણ વાંચો - CABINET MINISTER : રાજકારણના ચાણક્ય અમિત શાહને ફરી આપવામાં આવ્યું ગૃહ મંત્રાયલ

આ પણ વાંચો - Health Ministry: મોદી સરકાર 3.0 માં જે.પી. નડ્ડાને મળ્યું આરોગ્ય મંત્રાલય , જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો - CABINET MINISTER: ગુજરાતના ચાણક્ય સી.આર.પાટીલને મળ્યું જળશક્તિ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

Tags :
Advertisement

.