Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RUPALA CONTROVERSY : BJP માં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર! પરિણામ બાદ મોવડી મંડળ કરશે કાર્યવાહી

RUPALA CONTROVERSY : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં રાજકોટ (Rajkot) બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની (Purshottam Rupala) ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી બાદ રાજપૂત સમાજે...
01:33 PM May 10, 2024 IST | Vipul Sen

RUPALA CONTROVERSY : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં રાજકોટ (Rajkot) બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની (Purshottam Rupala) ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી બાદ રાજપૂત સમાજે ઊગ્ર વિરોધ દાખવ્યો હતો. જો કે, પરશોત્તમ રૂપાલાએ મતદાન પહેલા ઘણી વખત જાહેરમાં માફી માગી હતી અને મતદાન પછી પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. જો કે, આ બાબતના કારણે પરશોત્તમ રૂપાલા અને ભાજપની મુશ્કેલીઓ વધી છે. ત્યારે, હવે રાજકોટ લોકસભાની ચૂંટણી (Lok Sabha election) જંગ મામલે ભાજપમાં રહી સામે કામ કરનારાની યાદી તૈયાર કરવામાં આવી છે.

પરિણામ બાદ પક્ષ દ્વારા કાર્યવાહી કરાશે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પરશોત્તમ રૂપાલા સાથે રહીને પડદા પાછળ આંતરિક રીતે વિરોધમાં રહ્યા હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha election) પૂરી થયા પછી ચૂંટણી પરિણામ બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. આ મામલે (RUPALA CONTROVERSY) કેટલાક મોટા માથાના નામ સામે આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ મામલે ભાજપ (BJP) હાઈકમાન્ડ દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી હોવાની માહિતી છે.

રૂપાલા ઉમેદવાર બનતા એક જૂથમાં નારાજગી હતી !

સૂત્રો મુજબ, કેન્દ્રીયમંત્રી પુરશોત્તમ રૂપાલા રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનતા એક જૂથ નારાજ હતું. અહેવાલ છે કે, આ જૂથની તમામ આંતરિક ગતિવિધિ સાથે પ્રદેશમાં રિપોર્ટ પહોંચ્યો છે. પરશોત્તમ રૂપાલ સાથે દેખાતા હોય પણ વિરુદ્ધમાં કામ કરનારાઓના નામ સાથેનો રિપોર્ટ પ્રદેશ અને દિલ્હી (Delhi) સુધી પહોંચ્યો હોવાની માહિતી છે. જ્યારે, 4 જૂનના રોજ ચૂંટણી પરિણામ પછી આ રિપોર્ટ રાજકોટમાં ધડાકા કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો - Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

આ પણ વાંચો - આ વખતે રાજકોટના નાગરિકોએ સૂઝબૂઝ સાથે મતદાન કર્યું: પરેશ ધાનાણી

આ પણ વાંચો - ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

Tags :
BJPCongressGujarat FirstGujarati NewsKshatriya communityKSHATRIYA SAMAJLok-Sabha-electionParshottam RupalaRAJKOTRupala Controversy
Next Article