Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Road Accident : અમદાવાદ-ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, 4 વર્ષીય બાળક સહિત કુલ 7 ના મોત

અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં (Bhavnagar) આજે ગમખ્વાર અકસ્માતની (Road Accident) બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા (Bawla) વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માસૂમ બાળક સહિત કુલ 4 લોકોનાં મોત નીપજ્યા છે....
road accident   અમદાવાદ ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત  4 વર્ષીય બાળક સહિત કુલ 7 ના મોત

અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં (Bhavnagar) આજે ગમખ્વાર અકસ્માતની (Road Accident) બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા (Bawla) વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માસૂમ બાળક સહિત કુલ 4 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ભાવનગરમાં (Bhavnagar) સનેસ ગામ નજીક પદયાત્રીઓને એક અજાણ્યા વાહનચાલેક અડફેટે લેતા 3 નાં મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘવાયા છે. આ મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમદાવાદના બાવળા નજીક ગોઝારો અકસ્માત

અમદાવાદના (Ahmedabad) બાવળા નજીક ભોળાદ પાટીયા પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. આ ઘટનામાં બે મહિલા અને એક પુરુષ એમ કુલ 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે, 4 વર્ષના માસૂમ બાળકનું ધંધુકા (Dhandhuka) ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પીપળી, વટામણ, ફેદરા અને ધંધુકા એમ 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, આ ઘટનામાં અન્ય કુલ 7 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા ધોળકાની કોઠ પોલીસ (Koth police) પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી..

ભાવનગરની ઘટનામાં કુલ 3 ના મોત

ભાવનગરમાં (Bhavnagar) પણ ગમખ્વાર અકસ્માતની (Road Accident) એક ઘટના બની છે. વરસોલાથી ખોડિયાર મંદિર રાજપરા આવી રહેલા પદયાત્રા સંઘના (Padayatra Sangh) 7 જેટલા યાત્રીઓને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. સનેસ ગામ નજીક થયેલ આ ગોઝારી ઘટનામાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Car Accident: CCTV આવ્યા સામે, કારચાલકે સંજોગોવશાત બાળકીને કચડી નાખી

Advertisement

આ પણ વાંચો - VADODARA : ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી કાર ઘૂસી ગઇ

આ પણ વાંચો - Ahmedabad BJP Program: BJP મહિલા મોરચા સંમેલનમાં AMC ટ્રકની ટક્કર

Tags :
Advertisement

.