Dahod : પ્રાથમિક સુવિધા ન મળતા રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
અહેવાલ : સાબીર ભાભોર -દાહોદ
Dahod : લોકસભા ચૂંટણીની (Lok Sabha elections ) તૈયારીઓ પુરજોષમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ દાહોદના (Dahod )દેલસર વિસ્તારમાં આવેલી આદિત્ય રેસિડેન્સી સહિત ચાર સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર (Residents boycotted)કર્યો છે દાહોદ શહેર નજીક આવેલા દેલસર ગ્રામપંચાત વિસ્તાર માં આદિત્ય રેસિડેન્સી સહિત ચાર થી પાંચ સોસાયટી માં આશેરે 400 થી વધુ મકાનો આવેલા છે
પાંચ સોસાયટીમાં આશેરે 400 થી વધુ મકાનો આવેલા છે
એકતરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોષમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ દાહોદના દેલસર વિસ્તારમાં આવેલી આદિત્ય રેસિડેન્સી સહિત ચાર સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે દાહોદ શહેરની નજીક આવેલા દેલસર ગ્રામપંચાત વિસ્તારમાં આદિત્ય રેસિડેન્સી સહિત ચાર થી પાંચ સોસાયટીમાં આશેરે 400 થી વધુ મકાનો આવેલા છે
પરંતુ છેલ્લા આઠ વર્ષ ઉપરાંતનો સમય વિત્યો છતા પણ મુખ્ય રોડ નથી બન્યો અનેક રજૂઆતો બાદ નવેમ્બર 2023 માં સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓએ આ રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતું ત્યારે રહીશો માં ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ ખાતમુહૂર્તના ચાર મહિના વીતી જવા છ્તા પણ રસ્તાની કામગીરીના થતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીમાં પાણી ગટર રસ્તા કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
ત્યારે તમામ રહીશો એ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે લોકોની એકજ માંગ છે સૌ પ્રથમ રસ્તો અને સફાઈની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે અને જો રસ્તોના બને તો કોઈપણ મતદાર લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે અને કોઈ નેતા એ વોટ માંગવા સોસાયટીમાં આવવું નહીં તેવું સ્પષ્ટ જણાવ્યુ છે ચૂંટણી બહિષ્કાર ની પત્રિકા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે વર્ષો સુધી રસ્તા ની સુવિધાની રાહ જોતાં રહીશોને નેતાઓ એ ખાત મુહૂર્ત કરી લોલીપોપ આપી સમજાવી દીધા હતા પરંતુ હવે રહીશો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે અને લોકસભા ચૂંટણી ના બહિષ્કાર નું એલાન કરી દીધું છે હાલ એક જ સૂત્ર રોડ નહીં તો વોટ નહીં ને અપનાવી લીધું છે
આ પણ વાંચો - VADODARA : VMC લખેલા ટ્રેક્ટરે કચરાનો ગેરકાયદેસર નિકાલ કર્યો, CCTV જોતું રહ્યું
આ પણ વાંચો - Sabarmati Jail : મહિલા જેલમાંથી સીમકાર્ડ મળ્યું, આરોપી કોણ બનશે ?
આ પણ વાંચો - Ahmedabad : નશો કરવા માટે રુપિયા ના હોવાથી 2 શખ્સોએ લૂંટ ચલાવી