Junagadh : ગેરકાયદે બાંધકામ પર 'દાદા'નું બુલડોઝર ફર્યું! મોડી રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયાં
જૂનાગઢમાં (Junagadh) તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાતે જૂનાગઢમાં મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસે ગેરકાયદેસરના બાંધકામ (Illegal construction) સામે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ડિમોલિશન કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેશ વિરોધી કૃત્ય અને ગેરકાયદેસરના અતિક્રમણ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે સરકારે ડિમોલિશનની (Demolition) કામગીરી હાથ ધરી છે. જે હેઠળ જુનાગઢમાં (Junagadh) મોડી રાતે મજેવડી દરવાજા (Majewadi Darwaza) અને તળાવ દરવાજા (Lake Darwaza) પાસેના ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મોડી રાતે મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસેના કેટલાક ધાર્મિક બાંધકામોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર વડે તોડી પડાયા હતા. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ગેરકાયદેસરના અતિક્રમણ સામે ડિમોલિશન કામગીરી કરાઈ હતી.
ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે લાલ આંખ
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. જૂનાગઢ, જામનગર (Jamnagar) અને કચ્છમાં (Kutch) ગેરકાયદેસરના દબાણો પર 'દાદા'નું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગેરકાયદે અતિક્રમણ સામે તંત્રે ધોંસ બોલાવી છે. તેમાં દુકાનો, હોટેલ્સ, મકાનો સહિત ગેરકાયદે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આ તરફ જામનગરમાં પણ માથાભારે રઝાક સાઈચા પરિવારના ત્રણ-ત્રણ ગેરકાયદે બંગલા તોડી પાડવામાં આવ્યાં. કચ્છમાં ફરી એકવાર અતિક્રમણ પર ‘દાદા’નું બુલડોઝર ફેરવાયું છે. ભૂજ તાલુકાની વાત કરીએ તો સરહદી ગામોમાં દબાણો હટાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ 26 દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગત રાતે જૂનાગઢના મજેવડી દરવાજા, તળાવ દરવાજા અને રેલવે સ્ટેશન રોડ પર આવેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - PSI YP Hadiya Viral video : જૂનાગઢમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, અનેક તર્ક-વિતર્ક
આ પણ વાંચો - Palanpur School: ભવિષ્યની ભાવિ પેઢી બિસ્માર શિક્ષણ મંદિરમાં કરી રહી છે અભ્યાસ
આ પણ વાંચો - Gujarat Queen Accident: ગુજરાત ક્વીન ટ્રેનમાં રેલ્વે કર્મચારીના માતા-પુત્ર ઉંધમાં ચાલુ ટ્રેનથી નીચે પટ્કાયા