Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ravindra Singh Bhati : રવિન્દ્રસિંહ ભાટીએ રૂપાલા વિવાદ અંગે કહ્યું- ટિકિટ આપવી પાર્ટીના હાથમાં પણ..!

રાજસ્થાન (Rajasthan) બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati) આજે અમદાવાદના (Ahmedabad) પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે, અમદાવાદ પહોંચતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાનાં (Parshottam Rupala) નિવેદનથી સમાજની લાગણી...
ravindra singh bhati   રવિન્દ્રસિંહ ભાટીએ રૂપાલા વિવાદ અંગે કહ્યું  ટિકિટ આપવી પાર્ટીના હાથમાં પણ

રાજસ્થાન (Rajasthan) બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati) આજે અમદાવાદના (Ahmedabad) પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે, અમદાવાદ પહોંચતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાનાં (Parshottam Rupala) નિવેદનથી સમાજની લાગણી દુભાઈ છે. સમાજ જેને સાથ આપશે હું તેમની સાથે છું. ટિકિટ કોને આપવી તે પાર્ટીના હાથમાં હોય છે, પરંતુ તેમને જવાબ આપવો તે જનતાના હાથમાં હોય છે.

Advertisement

પહેલા કાર્યક્રમ શાહીબાગમાં યોજાયો

રાજસ્થાનના બાડમેર (Barmer) લોકસભાના અપક્ષ ઉમેદવાર અને શિવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી (Ravindra Singh Bhati) આજે ગુજરાતના (Gujarat) અમદાવાદના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. રવિન્દ્રસિંહ ભાટીનો પહેલો કાર્યક્રમ અમદાવાદ શાહીબાગ (Shahibaug) સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતાં રાજસ્થાની લોકો સાથે તેમણે સંવાદ કર્યો. સાથે જ બાડમેર લોકસભા બેઠક પરથી ઊભા રહેતા પ્રવાસી મતદારોને મત કરવા અપીલ કરી હતી. દરમિયાન, તેમણે પરશોત્તમ રૂપાલા વિવાદ અંગે નિવેદન આપ્યું હતું.

Advertisement

પરશોત્તમ રૂપાલાનાં નિવેદનથી સમાજની લાગણી દુભાઈ : રવિન્દ્રસિંહ ભાટી

રવિન્દ્રસિંહ ભાટીએ કહ્યું કે, પરશોત્તમ રૂપાલાનાં (Parshottam Rupala) નિવેદનથી સમાજની લાગણી દુભાઈ છે. સમાજ જેને સાથ આપશે હું તેમની સાથે છું. તેમણે આગળ કહ્યું કે, ટિકિટ કોને આપવી તે પાર્ટીના હાથમાં હોય છે, પરંતુ તેમને જવાબ આપવો તે જનતાના હાથમાં હોય છે. તેમણે કહ્યું કે, હું ગુજરાતમાં લોકોનો વિશ્વાસ જીતવા આવ્યો છું. મોટી સંખ્યામાં સમાજના લોકો આવે અને જીત અપાવે. ભાજપ (BJP) પાસે સ્ટાર પ્રચારક હશે, પરંતુ અમારી પાસે જનતા છે. માહિતી મુજબ, રવિન્દ્રસિંહ ભાટી અમદાવાદ, વડોદરા (Vadodara), સુરત (Surat), મુંબઈ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઇનાં 4 દિવસના પ્રવાસે છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો - ELECTION 24 : બુકીઓના મતે ભાજપ હાલ કેટલી બેઠકો જીતશે ?

આ પણ વાંચો - VADODARA : રૂપાલાના વિરોધમાં સાઠોદ ગામે બુલડોઝર પર પોસ્ટર લહેરાયું

Tags :
Advertisement

.