Rath Yatra : 147 મી રથયાત્રામાં અવનવા સ્ટંટ કરવા કરતબબાજોની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police), કોર્પોરેશન અને જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા (Jamalpur Jagannath Mandir Trust,) ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રથયાત્રાને લઈ અખાડા-કરતબબાજોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, જ્યારથી રથયાત્રા શરૂ થાય છે ત્યારથી અખાડાના કરતબબાજો પોતાની કળાનું પ્રદર્શન કરતા હોય છે.
કરતબબાજોની તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઈ અખાડાના (Akhara) કરતબબાજોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે કરતબબાજોએ પોતાના અખાડામાં પ્રેક્ટિસ કરી હતી. આ કવાયતમાં બાળકોથી લઈ વૃદ્ધો એ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, રથયાત્રામાં 30 જેટલા અખાડા હોય છે, જેમાં 150 કરતબબાજો જોડાયા છે. રથયાત્રાના એક મહિના પહેલાથી જ આ કરતબબાજો પોતાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ રથયાત્રામાં અખાડાના પ્રેસિડેન્ટ મુકેશભાઈ હાર્ડવેદની આગેવાનીમાં કરતબબાજો પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરશે. રથયાત્રામાં કરતબબાજો પોતાના અવનવા કરતબ બતાવે છે. દરેક ટેબ્લા પછી આવતા આખડા પણ રથયાત્રાની શોભામાં પોતાનું યોગદાન આપે છે.
લાકડી, તલવારબાજી, પંજાબી ચક્ર વગેરે અવનવા કરતબો કરાશે
દર વખતે કરતબબાજોની સંખ્યા વધતી જાય છે. રથયાત્રામાં (Rath Yatra) આ વખતે પણ કરતબબાજો દ્વારા લાકડી, તલવારબાજી, પંજાબી ચક્ર, બનેટી વગેરે અવનવા કરતબો કરવામાં આવશે. માહિતી મુજબ, રથયાત્રામાં નીકળતા અખાડામાં (Akhara) નાના બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો જોડાતા હોય છે. જો કે, ભગવાન જગન્નાથના આશીર્વાદથી અત્યાર સુધી કરતબબાજોને કોઈ જ પ્રકારની ઇજા પણ થઈ નથી. જો કે, સ્ટંટ કરતી વખતે કોઈને પણ ઇજા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને સ્ટંટ પહેલા કરતબબાજો ખૂબ જ પ્રેક્ટિસ પણ કરતા હોય છે. સંપૂર્ણ રીતે નિષ્ણાત થયા બાદ કરતબબાજો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવે છે.
અહેવાલ : સચિન કડિયા
આ પણ વાંચો - Ahmedabad : IIM વિસ્તારમાં 90 ઘટાદાર વૃક્ષોનું નિકંદન! સ્થાનિકોમાં ભારે વિરોધ
આ પણ વાંચો - Congress: આખરે કેમ ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું ?
આ પણ વાંચો - Gujarat First reality check : જીવનાં જોખમે શિક્ષણ! વિવિધ જિલ્લાઓમાં ચોંકાવનારી સ્થિતિ