ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rath Yatra : આજે સરસપુરમાં ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે, જાણો દર્શનનો સમય

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું (Lord Jagannath) મામેરું ભરાશે. સાંજે 5થી 7 કલાક દરમિયાન ભક્તો ભગવાનના ભવ્ય મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુરમાં (Saraspur) ભગવાન...
11:34 AM Jul 02, 2024 IST | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું (Lord Jagannath) મામેરું ભરાશે. સાંજે 5થી 7 કલાક દરમિયાન ભક્તો ભગવાનના ભવ્ય મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુરમાં (Saraspur) ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભગવાનનાં ભવ્ય મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મામેરાનાં યજમાનના ઘરે સામૈયા માટે જવેરા વાવવામાં આવ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાનનાં મામેરાનાં (Lord Jagannath Mameru) યજમાનના ઘરે સામૈયા માટે જવેરા વાવવામાં આવ્યા છે. આ વખતે સાબરકાંઠાના યજમાન વિનોદભાઇના ઘરે મામેરાનો અનેરો અવસર આવ્યો છે, જેને લઈ તેઓ, તેમનો પરિવાર અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. સામૈયા માટે જવેરા વાવતા વસ્ત્રાલમાં રહેતા વિનોદભાઇના ઘરે ખુશીનો માહોલ છે. માહિતી મુજબ, આજે સાંજે 5 થી 7 કલાકે મામેરાનાં ભવ્ય દર્શનનું આયોજન કરાશે.

વસ્ત્રાલમાં શોભાયાત્રાનું આયોજન

વિનોદભાઈના જણાવ્યા મુજબ, 42 ગોરનાં પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, મામેરા બાદ બીજી જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે 42 ગામના લોકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ જોડાશે. જ્યારે 7 જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા (Rath Yatra) નીકળશે.

 

આ પણ વાંચો - Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Jamnagar : ચીઝનાં શોખીનો… ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : આરોપીને સાથે રાખી તપાસ, ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

Tags :
147th Rath YatraAhmedabadGujarat FirstGujarati NewsJagannath Temple AhmedabadLord JagannathLord Jagannath MameruMameraRath Yatra ahmedabadSamayaSaraspurVastral
Next Article