Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : આજે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે, ઉગ્ર વિરોધ સાથે રોષ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Gamezone fire) 27 નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વગરનાં બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. જો કે, તંત્રની આ કાર્યવાહી સામે પણ...
rajkot   આજે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે  ઉગ્ર વિરોધ સાથે રોષ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Gamezone fire) 27 નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વગરનાં બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. જો કે, તંત્રની આ કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. વેપારીઓનો આરોપ છે કે મનપા દ્વારા ચોક્કસ વિગત વગર આડેધડ હોટેલ, રેસ્ટોરન્ટ (Restaurants), કાફે વિરુદ્ધ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વિરોધ સાથે આજે રાજકોટમાં વેપારીઓ બંધ પાળશે.

Advertisement

રાજકોટમાં ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારી બંધ પાળશે

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone fire) બાદ મનપાએ (RMC) ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામ અને એકમો સામે સિલિંગ ઝુંબેશ હાથ ધરી છે. જો કે, તેના વિરોધમાં રાજકોટમાં આજે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે. વેપારીઓનો આરોપ છે કે મનપાના અધિકારીઓ ચોક્કસ વિગત વગર આડેધડ હોટેલ (Hotels), રેસ્ટોરન્ડ અને કાફે (Cafe), પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, કેટરર્સ સહિતનાં એકમોને સિલ કરી રહ્યા છે અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે.

અગ્નિકાંડની ઘટના બાદ મનપા દ્વારા કાર્યવાહી

વેપારીઓનું કહેવું છે કે આ મામલે અગાઉ પણ મનપાને (RMC) અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, આજે મનપા અધિકારીઓની સિલિંગ કાર્યવાહી વિરુદ્ધ ખાણી પીણી સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે સહિતના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે અને ઊગ્ર વિરોધ દાખવશે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી આ મુદ્દાનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezone fire : આરોપી સાગઠિયાએ આપેલી આડેધડ મંજૂરીઓ રદ થશે! 80 સ્થળનો સરવે થયો

આ પણ વાંચો - Rajkot GamZone Fire : આરોપી સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, એજન્સીઓનાં રિપોર્ટને લઈ ચર્ચા!

Advertisement

આ પણ વાંચો - Harani Lake Boat Tragedy મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, બે અધિકાર સામે કાર્યવાહીના આદેશ

Tags :
Advertisement

.