Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ખુશી રાજકોટના ગરબામાં જોવા મળશે

અહેવાલ -રહીમ લાખાણી ,રાજકોટ  રાજકોટ દાંડિયા ક્લાસ ચલાવતા ચંદેશભાઈ ગઢવી ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી જણાવાયું હતું અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે..તેની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે ત્યારે રાજકોટ અને ગુજરાત માં નવરાત્રિનું ખૂબ મહત્વ હોય છે...
rajkot   અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ખુશી રાજકોટના ગરબામાં જોવા મળશે

અહેવાલ -રહીમ લાખાણી ,રાજકોટ 

Advertisement

રાજકોટ દાંડિયા ક્લાસ ચલાવતા ચંદેશભાઈ ગઢવી ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી જણાવાયું હતું અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે..તેની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે ત્યારે રાજકોટ અને ગુજરાત માં નવરાત્રિનું ખૂબ મહત્વ હોય છે યુવાનો દાંડિયા રમવા માટે આગવથીજ ક્લાસિસ માં દાંડિયા શીખવા જતા હોય છે ત્યારે ક્લાસિસ સંચાલકો પણ અવનવા સ્ટેપ સાથે ગરબા ત્યાર કરવામાં આવતા હોય છે રાજકોટ માં અલગ બે સ્ટેપ દાંડિયા ત્યાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

Advertisement

રામ ના નામ સાથે ગરબા

એકતરફ અયોધ્યા રામમંદિરના નિર્માણની ખુશી વ્યકત કરવા માટે અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજકોટના ખેલૈયા ચંદ્રેશભાઈ ગઢવીએ ખાસ રાસ તૈયાર કર્યો છે. જેને રામનો રાસ નામ આપવામાં આવ્યું છે. જે ત્રણ સ્ટેપમાં તૈયાર થયો છે. જેના પર ખેલૈયાઓ દોઢિયું અને ફ્રી સ્ટાઈલમાં રાસ રમે છે અને છેલ્લા સ્ટેપમાં પ્રણામની મુદ્રામાં સૌ કોઈ ઊભા રહે છે. પ્રણામની મુદ્રાથી ભગવાન શ્રીરામને નમન પણ કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિ, રીતભાત પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. સફેદ કલરનો કુર્તો, ટી શર્ટ, નારંગી કલરની ઓઢણી અને બ્લૂ કલરનું જીન્સ અને સલવાર એમ ત્રણ કલરનો ડ્રેસકોડ રખાયો છે. આ રાસ થકી સનાતન ધર્મ શુંછે? સનાતન ધર્મ જ પ્રાચીન ધર્મ છે તેનો સંદેશો આપવો છે. અમારા ગ્રૂપના ખેલૈયાઓ નવરાત્રિમાં પણ આ રાસ રજૂ કરશે. ભાઈઓ બહેનો સૌ કોઈ આ રાસમાં જોડાયા છે.જ્યારે રાસની પૂર્ણાહુતિ થાય ત્યારે જય શ્રીરામનો નાદ ગુંજી ઊઠે છે.

Advertisement

વર્લ્ડ કપ થીમ પર ગરબા

રાજકોટ ના અમીન માર્ગ પર દાંડિયા ક્લાસિસ ચલાવતા દેવ ગરબા ક્લાસિસ સંચાલક દીપક પટેલ દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે ની વાત ચીત માં જણાવ્યું કે ભારત માં શરૂ થયેલ વર્લ્ડ કપ પર સ્ટેપ ખાસ ત્યાર કરવામાં આવ્યા જેમાં સ્ટેપ ની વાત કરીએ તો બોલિંગ સ્ટેપ.ફીડિંગ સ્ટેપ.બેટિંગ સ્ટેપ અને કેચ સ્ટેપ ત્યાર કરવામાં આવ્યા છે જેમાં ખેલૈયા અલગ અલગ સ્ટેપ સાથે ગરબા રમી રહ્યા છે અને આનંદ પણ મળતા જોવા મળી રહ્યા છે જયરે ગરબા ગ્રાઉન્ડ માં આ ગરબો રમવામાં આવેસે ત્યારે તમામ ખેલૈયા ક્રિકેટર ના ડ્રેસ પહેરી ને આ સ્ટેપ રમતા જોવા મળશે .

આ  પણ  વાંચો-NADIYAD : નવા બોભા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જઈ પ્રકૃતિ સાથે પરિચય કરાવાયો

Tags :
Advertisement

.