Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. પદ્મિની બા વાળાની તબિયત બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજની સમજાવટ...
rajkot   પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ માં દાખલ  સમજાવટ બાદ પારણા કર્યા  જાણો હવે કેવી છે સ્થિતિ

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. પદ્મિની બા વાળાની તબિયત બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે. સંતો અને ધાર્મિક આગેવાનોની હાજરીમાં પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. જણાવી દઈએ કે, પદ્મિની બા વાળા છેલ્લા ઘણાં દિવસથી ઉપવાસ પર હતા.

Advertisement

રૂપાલા વિવાદ બાદ અન્નનો ત્યાગ કર્યો હતો

રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, ખોડલધામ ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળા છેલ્લા ઘણાં દિવસથી ઉપવાસ પર હતા. ત્યારે હવે તબિયત બગડતા રાજપૂત સમાજના (Kshatriya Samaj) આગેવાનો દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા અને 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. પદ્મિની બા વાળાએ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં પારણા કર્યા છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલા વિવાદ (Parshottam Rupala dispute) મામલે પદ્મિની બા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો.

Advertisement

સમાજના અગ્રણીઓ, સંતોની સમજાવટ બાદ કર્યા પારણા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજા (P.T. Jadeja), જે.પી. જાડેજા દ્વારા (J. P. Jadeja) ટેલિફોનિક તેમ જ રૂબરૂ સમજાવટ કરવામાં આવી હતી. ઉપરાંત, મહંત શ્રી મયાનાંદજી માતાજી, ગુરુ શ્રી શિવાનંદજી બાપુએ પણ સમજાવટ કરી હતી. જો કે, હવે અગ્રણીઓ અને સાધુ-સંતોની સમજાવટ બાદ પદ્મિની બા વાળાએ પારણા કર્યા છે. હાલ, તેમની તબિયત સારી હોવાની માહિતી પણ મળી છે.

Advertisement

આ પણ વાંચો - RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ

આ પણ વાંચો - RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”

આ પણ વાંચો - Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

Tags :
Advertisement

.