Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : એરપોર્ટ પર 100 થી વધુ મુસાફરો રઝળી પડ્યા! એરલાઇન સ્ટાફ સાથે ઊગ્ર બોલાચાલીનો Video વાઇરલ

રાજકોટ (Rajkot) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોનો ભારે હોબાળો જોવા મળ્યો છે. રાજકોટથી મુંબઈની ફ્લાઈટ ટાઇમ પર ટેકઓફ ન થતાં 100 જેટલા મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. ઈન્ડિગો એરલાઇનની (Indigo Airline) ફ્લાઈટ પોણા 8 વાગે રાજકોટથી મુંબઈ (Mumbai) માટે ઉપડવાની...
rajkot   એરપોર્ટ પર 100 થી વધુ મુસાફરો રઝળી પડ્યા  એરલાઇન સ્ટાફ સાથે ઊગ્ર બોલાચાલીનો video વાઇરલ

રાજકોટ (Rajkot) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોનો ભારે હોબાળો જોવા મળ્યો છે. રાજકોટથી મુંબઈની ફ્લાઈટ ટાઇમ પર ટેકઓફ ન થતાં 100 જેટલા મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. ઈન્ડિગો એરલાઇનની (Indigo Airline) ફ્લાઈટ પોણા 8 વાગે રાજકોટથી મુંબઈ (Mumbai) માટે ઉપડવાની હતી, પરંતુ, કોઈ કારણસર ન ઉપડતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્રણ કલાકથી હેરાન થતા મુસાફરો અને ઈન્ડિગો કંપનીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

Advertisement

ફૂડ સહિતની વ્યવસ્થા ન હોવાની મુસાફરોની ફરિયાદ

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને ઇન્ડિગો એરલાઇનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનો વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાતે પોણા 8 વાગે રાજકોટથી (Rajkot) મુંબઈ માટે ઇન્ડિગો ફ્લાઇટ ઉપડવાની હતી. પરંતુ, ફ્લાઇટ ટાઇમ પર ન ઉપડતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી. મુંબઈથી આ કનેક્ટેડ ફ્લાઇટ ગોવા જવાની હતી. વેકેશનમાં અનેક મુસાફરો પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. પરંતુ, ફ્લાઇટ લેટ થતાં 100 થી વધુ મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઉન દ્વારા તેમના માટે ફૂડ સહિતની કોઈ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી.

ફલાઇટ મોડી પડતા મુસાફરોને કલાકો સુધી હાલાકી

Advertisement

મુસાફરો અને એરલાઇન સ્ટાફ વચ્ચે બોલાચાલી

બીજી તરફ, ઇન્ડિગો એરલાઇનનું (Indigo Airline) કહેવું છે કે વાતાવરણ સારું ન હોવાથી ફલાઇટના ટાઈમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જ્યારે, મુસાફરોનું કહેવું હતું કે વાતાવરણ સારું થઈ ગયા બાદમાં પણ ફ્લાઇટ ટેકઓફ થઈ નહોતી અને કહેવામાં આવ્યું ટેકનિકલ ખામીના (Technical Issue) કારણે ફ્લાઈટ મોડી પડી છે. એરલાઇન કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gondal: ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

આ પણ વાંચો - AHMEDABAD એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો - Accident : અમદાવાદના પરિવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત, 3 ના મોત, 5 ઘાયલ…

Tags :
Advertisement

.