Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ મામલે Gujarat First ખીરસરા પહોંચ્યું, ગઢડામાં હરિભક્તોનો મોરચો

સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયને કલંકિત કરતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. વડોદરા, ગઢડા બાદ હવે રાજકોટનાં (Rajkot) ઉપલેટાનાં ભાયાવદરમાં સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પર દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આ સંતો છેલ્લા ત્રણ વર્ષથી મહિલા...
10:27 AM Jun 16, 2024 IST | Vipul Sen

સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયને કલંકિત કરતી એક પછી એક ઘટના સામે આવી રહી છે. વડોદરા, ગઢડા બાદ હવે રાજકોટનાં (Rajkot) ઉપલેટાનાં ભાયાવદરમાં સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પર દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આ સંતો છેલ્લા ત્રણ વર્ષથી મહિલા પર દુષ્કર્મ આચરી રહ્યાં હતાં. આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ખીરસરામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યું તો તમામ સંતો તેમ જ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ગુજરાત ફર્સ્ટ પહોંચે તે પહેલા તમામ સંતો-ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતર્યાં

રાજકોટની (Rajkot) મહિલાએ ભાયાવદરમાં (Bhayavadar) સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે છેલ્લા ત્રણ વર્ષથી આ બંને સાધુઓ તેણી સાથે દુષ્કર્મ આચરતાં હતાં. માહિતી મુજબ, રાજકોટ જિલ્લાનાં ઉપલેટા (Upleta) તાલુકાનાં ખીરસરા ઘેટીયા ગામ ખાતેની આ ઘટના છે. ત્યારે આ મામલે હકીકત જાણવા અને વિગતો મેળવવા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ખીરસરામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યું હતું. જો કે, ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચે તે પહેલા જ ગુરુકુળના (Swaminarayan Gurukul) તમામ સંતો તેમ જ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ગઢડાના કલંકિત સ્વામીઓ સામે હરિભક્તો માંડશે મોરચો

માહિતી મુજબ, આ કેસમાં ધરમ સ્વરૂપદાસ સ્વામી ( Swarupadas Swami), નારાયણ સ્વરૂપદાસ સ્વામી (Narayana Swarupadas Swami) સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, મયુર કાસોદરિયા નામની વ્યક્તિનું પણ ફરિયાદમાં નામ સામેલ છે. હાલ ભાયાવદરનાં મહિલા PSI અને IUCW યુનિટનાં PI આ મામલે તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ગઢડાનાં કલંકિત સ્વામીઓ સામે હરિભક્તો (Haribhaktas) મોરચો માંડશે એવી માહિતી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં (Gadhada Swaminarayan temple) મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચશે અને ઉગ્ર વિરોધ દાખવશે. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હરિભક્તો બેનરો સાથે પહોંચે જે થકી આવા પાખંડી સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માગ કરાશે.

આ પણ વાંચો - Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો - ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

આ પણ વાંચો - VADODARA : સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા જોઇએ – ડો. જ્યોતિર્નાથ

Tags :
BhayavadarBhayavadar police stationDharam Swarupadas Swamigadhada swaminarayan templeGujarat FirstGujarati NewsHaribhaktasNarayana Swarupadas SwamiRAJKOTSwaminarayanSwaminarayan GurukulUpleta
Next Article