Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Gamzone Tragedy : અગ્નિકાંડે વધુ એક જીવ લીધો! મૃતક પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ...
rajkot gamzone tragedy   અગ્નિકાંડે વધુ એક જીવ લીધો  મૃતક પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ કેસમાં તપાસનો ઘમઘમાટ ચાલુ છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. પુત્રના વિયોગમાં પિતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

છેલ્લા બે દિવસથી દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં વિશ્વરાજસિંહ જાડેજા પણ સામેલ છે. વિશ્વરાજ સિંહ જાડેજા (Vishwaraj Singh Jadeja) TRP ગેમઝોનમાં નોકરીના પ્રથમ દિવસ આવ્યા હતા અને વિકરાળ આગ લાગતા તેમનું મોત થયું હતું. આશાસ્પદ વિશ્વરાજ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. માહિતી મુજબ, ગેમઝોન અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતા જશુભા હેમુભા જાડેજા (Jashubha Jadeja) આઘાતમાં સરી પડ્યા હતા. તેમની તબિયત પણ લથડી હતી. દરમિયાન, છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. દુ:ખદ વાત છે કે પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. અમુક જ દિવસોમાં ઘરના બે સભ્યોને ગુમાવતા પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાની પૂછપરછમાં અનેક રાઝ ખુલ્યા

જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ACB ની પૂછપરછમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાના (B.J. Theba) અનેક રાઝ ખુલ્યા છે. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક લોકર રાખ્યા હોવાનું સામે આવતા ACB ની તપાસમાં મળેલા 17 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે એવી માહિતી છે. ઉપરાંત, ગેમઝોનમાં ભીષણ આગ વખતે પેટ્રોલ-ડીઝલને બદલે રેઝીન પદાર્થનો જથ્તો હોવાનું સામે આવ્યું છે. આ મામલે SIT દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : અધિકારી પાસે અનેક લોકર! પેટ્રોલ-ડીઝલનાં જથ્થાને બદલે ગેમઝોનમાં હતો આ પદાર્થ

Advertisement

આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

આ પણ વાંચો - Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

Tags :
Advertisement

.