Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Gamezone Fire : ACB સમક્ષ સાગઠિયાની GameZone ને લઈ ચોંકાવનારી કબૂલાત!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. અહેવાલ છે કે આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાએ (TPO Officer Mansukh Sagathia) ACB સમક્ષ ચોકાવનારી...
rajkot gamezone fire   acb સમક્ષ સાગઠિયાની gamezone ને લઈ ચોંકાવનારી કબૂલાત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. અહેવાલ છે કે આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાએ (TPO Officer Mansukh Sagathia) ACB સમક્ષ ચોકાવનારી કબૂલાત કરી છે. આરોપી સાગઠિયાએ ગેમઝોનનું ડિમોલેશન ન કરવા લાંચ લીધી હોવાનું અને આ માટે કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાનું સ્વીકાર્યું છે. જો કે, આ સમગ્ર મામલે અગાઉ પોલીસ SIT તપાસ કરી ચુકી છે. બીજી તરફ આરોપી સાગઠિયા હવે જેલ હવાલે કરાયો છે અને તે હવે કેદી નંબર 2096 તરીકે ઓળખાશે.

Advertisement

ACB ની પૂછપરછમાં સાગઠિયાની કબૂલાત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે વધુ એક મોટો ખુલાસા થયો છે. અહેવાલ છે કે આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાએ ACB ની પૂછપરછમાં કબૂલાત કરી છે કે ગેમઝોનનું ડિમોલેશન ન કરવા તેણે લાંચ લીધી હતી. આ સાથે એવું પણ સ્વીકાર્યું કે આ અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ (Corporator Nitin Ramani) ભલામણ કરી હતી. જો કે, અગાઉ પોલીસ SIT આ સમગ્ર મામલે તપાસ કરી ચુકી છે. પોલીસ SIT દ્વારા નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં લાંચની રકમ કેટલી અને કોની પાસેથી લીધી હતી ? તે અંગે યાદ નહીં હોવાનું રટણ રટ્યું હતું. આરોપી મનસુખ સાગઠિયાના કબૂલાતથી હવે રામાણી સામે ગાળિયો કસાશે કે બચાવી લેવામાં આવશે ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

હવે સાગઠિયા કેદી નંબર 2096 તરીકે ઓળખાશે

બીજી તરફ આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) હવે જેલ હવાલે કરાયો છે. જેમાં સાગઠિયા TPO અધિકારી નહિં પણ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. સૂત્રો મુજબ, જેલમાં સાગઠિયાને ઘરનું ટિફિન મળશે. જો કે, રાજાશાહીની જિંદગીને બદલે હવે જેલના સળિયા પાછળ સમય પસાર કરવો પડશે. જેલમાં અન્ય માથાભારે કેદી દ્વારા સાગઠિયા પાસેથી રૂપિયાની માગણી કરવા મામલે તપાસ કરવામાં આવશે. જેલની અંદર સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના CCTV ફૂટેજની ચકાસણી કરી કાર્યવાહી કરાશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezone fire : આરોપી સાગઠિયાએ આપેલી આડેધડ મંજૂરીઓ રદ થશે! 80 સ્થળનો સરવે થયો

Advertisement

આ પણ વાંચો - Rajkot : આજે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે, ઉગ્ર વિરોધ સાથે રોષ

આ પણ વાંચો - Rajkot GamZone Fire : આરોપી સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, એજન્સીઓનાં રિપોર્ટને લઈ ચર્ચા!

Tags :
Advertisement

.