Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : RTO માં આ નંબર પ્લેટ માટે રૂ. 1 કરોડની બોલી લાગી! 10 નંબરો માટે રૂ. 1.34 કરોડની બોલી

રાજકોટના RTO માં પસંદગીના નંબરોનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot) આર.ટી.ઓ.માં પસંદગીના નંબરો મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કારમાં નવડી નંબર (9 નમ્બર) માટે એક યુવાને રૂ. 1 કરોડની બોલી લગાવી...
rajkot   rto માં આ નંબર પ્લેટ માટે રૂ  1 કરોડની બોલી લાગી  10 નંબરો માટે રૂ  1 34 કરોડની બોલી

રાજકોટના RTO માં પસંદગીના નંબરોનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot) આર.ટી.ઓ.માં પસંદગીના નંબરો મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કારમાં નવડી નંબર (9 નમ્બર) માટે એક યુવાને રૂ. 1 કરોડની બોલી લગાવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, પસંદગીના અલગ-અલગ 10 નંબરો માટે રૂ. 1.34 કરોડની બોલી લાગી છે.

Advertisement

નવી અને પસંદગીની નંબર પ્લેટ માટે રાજકોટની RTO કચેરીમાં આજે બોલી લગાવવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગુજરાતમાં સૌથી વધુ બોલી લાગી હોવાનું સામે આવ્યું છે. કારમાં GJ03 NK 0009 નંબર પ્લેટ માટે કથિરી ખાલિદબિન મેસનભાઈ નામના યુવકે રૂ. 1.01 કરોડની બોલી લગાવી છે. જે ગુજરાતમાં સૌથી મોટી બોલી હોવાનું મનાઈ રહ્યું છે.

માહિતી મુજબ, આ સિવાયની કેટલીક નવી નંબર પ્લેટ ( New Number Plates) માટે લાખો રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. પસંદગીના નંબર મેળવવા માટે લોકોએ લાખો રૂપિયામાં બોલી લગાવી છે. જો કે, નવડી નંબર માટે રાજકોટમાં (Rajkot) ભારે ક્રેઝ જોવા મળ્યો છે. કારમાં નવડી (9 નમ્બર) માટે ગુજરાતમાં સૌથી વધું રૂ. 1.01 કરોડની બોલી લગાડનાર યુવાન 7 દિવસમાં રકમ નહીં ભરે તો તેની રૂ. 40,000 ની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે, એવી માહિતી છે.

Advertisement

જાણો કયાં નંબર માટે કેટલી બોલી લાગી?

GJ 03 NK 0001 માટે રૂ. 11.52 લાખ,
GJ 03 NK 0007 માટે રૂ. 8.10 લાખ,
GJ 03 NK 1111 માટે રૂ. 5.23 લાખ,
GJ 03 NK 0111 માટે રૂ. 2.21 લાખ,
GJ 03 NK 0777 માટે રૂ. 1.51 લાખ,
GJ 03 NK 0222 માટે રૂ. 1.27 લાખ,
GJ 03 NK 9999 માટે રૂ. 1.18 લાખ,
GJ 03 NK 0303 માટે રૂ. 1.16 લાખ
GJ 03 NK 0008 માટે રૂ.1.07 લાખ

Advertisement

આ પણ વાંચો - Surendranagar : સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને અચાનક છૂટા કરતા ‘ઇચ્છા મૃત્યુ’ની માગ!

Tags :
Advertisement

.