ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot : વડોદરા બાદ રાજકોટમાં Heart Attack થી મોત, 40 વર્ષીય કાપડના વેપારીને હ્રદય રોગનો હુમલો

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (heart attack) મોતનાં મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વડોદરામાં (Vadodara) એક 44 વર્ષીય યુવકનું મિત્રો સાથે વાત કરતા સમયે અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) એક 40 વર્ષીય...
10:53 AM Mar 07, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (heart attack) મોતનાં મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વડોદરામાં (Vadodara) એક 44 વર્ષીય યુવકનું મિત્રો સાથે વાત કરતા સમયે અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) એક 40 વર્ષીય કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વેપારી અમદાવાદ (Ahmedabad) ખરીદી અર્થે ગયા હતા દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થતા તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

રાજકોટ (Rajkot) જિલ્લાના (Upleta) ઉપલેટામાં રહેતા અને કાપડની દુકાન ચાલવતા 40 વર્ષીય વેપારી અમદાવાદમાં ખરીદી કરવા અર્થે ગયા હતા. દરમિયાન, તેમણે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. ઘટના સ્થળ પર હાજર અન્ય લોકોએ ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવીટી કેમેરામાં કેદ થઈ હતી.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/03/Heart-Attack-CCTV.mp4
વડોદરામાં મિત્ર સાથે વાત કરતી વેળાએ હાર્ટ એટેકથી 44 વર્ષીય યુવકનું મોત

ગઈકાલે વડોદરામાં (Vadodaraજિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે સુથારીપુરામાં રહેતા અને મુજપુર ગામની સીમામાં આવેલ ગુલબ્રાન્ડશન કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય રમેશભાઇ ચતુરભાઇ ગોહિલ ગતરોજ વહેલી સવારના ગુલબ્રાન્ડશન કંપનીમાં પોતાની ફરજ પર તૈનાત થઇ ગયા હતા અને બપોરના સમયે કંપનીમાં LSM વિભાગમાં આવેલ પાટલી પર બેસી મિત્રો સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન અચાનક તેઓને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા તેઓ પાટલી પર જ ઢળી પડ્યા હતા. આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ડભાસા ક્રોસરોડ હોસ્પીટલ (Dabhasa Crossroads Hospital) ખાતે લઇ ગયા હતા, જયાં ફરજ પરના તબીબે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

 

આ પણ વાંચો - Vadodara: પાદરામાં મિત્રો સાથે વાતચીત કરતા-કરતા યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર મળે એ પહેલા મોત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadCCTV cameraDabhasa Crossroads HospitalGujarat FirstGujarati Newsheart-attackMujpur villageRAJKOTUpletaVadodara