Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : રાજકોટમાં ઉમેદવાર બદલવાની વાત એપ્રિલ ફૂલ કે રાજનીતિ ફૂલ

Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા બેઠક (loksabha election)પર બીજેપી પરષોત્તમ રૂપાલાનું (parshottamrupala)નામ બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક...
11:58 AM Apr 01, 2024 IST | Hiren Dave
parshottamrupala

Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા બેઠક (loksabha election)પર બીજેપી પરષોત્તમ રૂપાલાનું (parshottamrupala)નામ બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક પરથી લડાવી શકે છે. જોકે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ એ જણાવ્યું હતું કે ઉમેદવાર બદલવાની વાત ખાલી અફવા છે અને આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી મોહનભાઈ એ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું હોવાથી તેમણે સર્ટિફિકેટ કઢાવ્યા છે.

 

પરષોત્તમ રૂપાલાના બદલે  મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે

લોકસભા ચૂંટણીને (loksabha election )લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલના સાંસદ મોહન કુંડારિયા એ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરષોત્તમ રૂપાલાની ટિકિટ કપાઇ શકે છે. રાજકોટ (Rajkot)લોકસભા બેઠક પર આવા સંજોગોમાં મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઇ શકે છે.

 

માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.

રાજકોટ બેઠકની દિલ્હીમાં થશે ચર્ચા

બીજી તરફ CM ભુપેન્દ્ર પટેલ પણ આજે દિલ્હીના  પ્રવાસે છે. રાજકોટ બેઠકને લઇને ઝડપથી સમીકરણો બદલાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર વિવાદ વચ્ચે CMનો દિલ્હી પ્રવાસ થવાનો છે. આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે. જેમાં 2024ની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઇ ચર્ચા કરાશે. આ સાથે હાઇકમાન્ડ ગુજરાતની સ્થીતીનો તાગ પણ મેળવશે. રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઇ CM સાથે ચર્ચા કરી શકે છે. ત્યારે રાજકોટ બેઠકને લઇ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. રૂપાલાની ટિકિટ કપાશે કે પછી અન્ય બેઠક પરથી લડાવવામાં આવશે તે અંગે પણ ચર્ચા થઇ શકે છે.

 

ક્ષત્રિય સમાજના અગ્રણીઓની શું માંગ છે?

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે.

 

Tags :
breking newsGujarat Firstgujarat LokSabhaElectionGujaratFirst MohanKundariyaloksabhaelection2024MP MOHAN KUNDARIAPARASHOTTAM RUPALAParshottamRupalaRAJKOTRajkot Lok Sabha seatRajput controversyRaju Dhruv
Next Article