Rajkot : હનીટ્રેપમાં ફસાયેલા યુવકના આપઘાત કેસમાં GRD યુવાન અને યુવતી સામે ગુનો દાખલ
રાજકોટમાં (Rajkot) થોડા દિવસ પહેલા હનીટ્રેપમાં (honeytrap) ફસાઈ જતાં એક યુવકે આપઘાત કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા એપના સ્ટે્ટસમાં મૂક્યો હતો. યુવકના આપઘાતની જાણ થતાં મેટોડા પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હવે પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર GRD જવાન અને અન્ય એક યુવતી સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
મારા મરવાનું કારણ કિરુડી અને રાવલીયો છે : મૃતક યુવક
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રાજકોટના મેટોડામાં (Metoda) રહેતા એક યુવકે નદીમાં કૂદી આત્મહત્યા કરી હતી. આપઘાત પહેલા યુવકે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા સ્ટેટ્સ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં યુવકે પોતાની આપવીતી વર્ણવી હતી અને તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા કોણ છે તે અંગે જણાવ્યું હતું. વીડિયોમાં મૃતક યુવક GRD જવાન અને યુવતીના નામનો ઉલ્લેખ કરે છે. તે કહે છે કે, 'હું મરી જાઉ છું... મારા મરવાનું કારણ કિરુડી અને રાવલીયો છે. બીજા કોઇ નિર્દોષને સજા ન થાય.' વીડિયો બનાવ્યા બાદ યુવકે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આપઘાત કરવા માટે મજબૂર કરનારા સામે ગુનો
યુવકના આપઘાતની જાણ થતા રાજકોટની (Rajkot) મેટોડા પોલીસે મૃતકના શવને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મજુબ, આ કેસમાં હવે મેટોડા પોલીસે યુવકને આપઘાત કરવા માટે મજબૂર કરનારા GRD જવાન રાહુલ બગડા (Rahul Bagda,), કીર્તિ પરમાર (Kirti Parmar) સામે ગુનો દાખલ કર્યો છે. જો કે, GRD જવાન રાહુલ બગડા અને કીર્તિ પરમાર હાલ પોલીસ (Metoda police) પકડથી ફરાર છે. આથી, પોલીસે બંને આરોપીની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - VADODARA : “લાયસન્સ વાળી ગન છે, ઉડાવી દઇશ”, નજીવી બાબતે ધમકી
આ પણ વાંચો - Viral Video અંગે થયો ખુલાસો, દીકરીની માતા પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો - Nikol Police : નિકોલ PI સામે 2 PSI ના ગંભીર આક્ષેપો મામલે તાપસનો ઘમઘમાટ શરૂ, ACP અપાયા આ આદેશ