Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajiv Modi Case : અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ! બલ્ગેરિયન યુવતીએ Video બનાવી કહ્યું- પોલીસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો...

કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી (Rajiv Modi Case) સામે ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ પોલીસે (Ahmedabad Police) શહેર પોલીસ કમિશનરને પણ અંધારામાં રાખ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ પોલીસ પણ હવે આ કેસમાં વિવાદમાં સપડાઈ છે. બલ્ગેરિયન યુવતીએ...
rajiv modi case   અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ  બલ્ગેરિયન યુવતીએ video બનાવી કહ્યું  પોલીસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો

કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી (Rajiv Modi Case) સામે ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ પોલીસે (Ahmedabad Police) શહેર પોલીસ કમિશનરને પણ અંધારામાં રાખ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ પોલીસ પણ હવે આ કેસમાં વિવાદમાં સપડાઈ છે. બલ્ગેરિયન યુવતીએ અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Advertisement

કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી પર બલ્ગેરિયન યુવતીએ (Bulgarian Girl) દુષ્કર્મ સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગઈકાલે પોલીસ કમિશનરે (City Police Commissioner) એક પ્રેસ કોન્ફરન્સ યોજી એવું જણાવ્યું હતું કે, આરોપ લગાવનારી યુવતી બલ્ગેરિયા જતી રહી છે. ત્યારે હવે બલ્ગેરિયન યુવતીના વકીલે દાવો કર્યો છે કે યુવતી ભારતમાં જ હતી. વકીલે જણાવ્યું કે, પીડિતાએ એક વીડિયો જાહેર કરીને સલામત સ્થળે હોવાની પુષ્ટી કરી હતી. પોલીસ અને યુવતીના વિરોધાભાષી નિવેદનથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે જ અમદાવાદ પોલીસ અને રાજીવ મોદીની સાંઠગાંઠની ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદ પોલીસે શહેર પોલીસ કમિશનરને પણ અંધારામાં રાખ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. કેડિલાના CMD રાજીવ મોદી (Rajiv Modi Case) હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જણાવી દઈએ કે, આ કેસની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે.

બલ્ગેરિયન યુવતી છેલ્લા ઘણા સમયથી ગાયબ હતી

નોંધનીય છે કે, રાજીવ મોદી પર આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી છેલ્લા ઘણા સમયથી ગાયબ હતી. ગઈકાલે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે (G.S. Malik) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શહેર પોલીસની વિવિધ કામગીરી અંગે માહિતી આપી હતી. દરમિયાન, તેમણે રાજીવ મોદી કેસમાં પોલીસની અત્યાર સુધી તપાસ અને અન્ય વિગત આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે. જો કે, પીડિત યુવતીના વકીલે દાવો કર્યો છે કે યુવતી ભારતમાં જ હતી. યુવતીએ વીડિયો બનાવી આ અંગે માહિતી આપી છે. પીડિત બલ્ગેરિયન યુવતીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહી છે.

Advertisement

યુવતીએ વીડિયો બનાવી કહી આ વાત

બલ્ગેરિયન યુવતીએ (Bulgarian Girl) વીડિયો બનાવી જણાવ્યું કે, 'હું તમને કહેવા માગુ છું કે 10 દિવસ અગાઉ મારી પર જીવલેણ હુમલો થયો હતો અને મને મારી તેમ જ મારા પરિવારના જીવના જોખમમો ભય છે. હું જ્યારે કેબમાં અગોરા મોલ જઈ રહી હતી ત્યારે કાર ડ્રાઈવરને એક ફોન આવ્યો અને તે ગુજરાતીમાં વાત કરતો હતો, તે શું વાત કરતો હતો તે ગુજરાતીમાં હોવાથી મને સમજ ન પડી પરંતુ, રોડની વચ્ચે અચાનક તેણે કાર રોકી દીધી, ત્યાં ખૂબ જ અંધારું હતું, જેથી ત્યાં કોઈની નજર પડે તેમ નહોતી. ત્યારે મને અંદાજ આવ્યો કે આ બધુ પહેલાથી કરેલું આયોજન હતું. ત્યારે કેવી રીતે મારો જીવ બચાવવો તેની ચિંતા મને થવા લાગી. ફરી તેના પર ફોન આવ્યો અને ત્યારે તે પોલીસ સાથે વાત કરતો હતો, તેના ફોનમાં મહારાષ્ટ્ર પોલીસ જેવું કંઈક લખેલું મે જોયું, અને અચાનક તેણે જવાનો રસ્તો પણ બદલી નાંખ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હોવાથી મેં તેને કાર રોકવા માટે કહ્યું.

Advertisement

પોલીસ પર યુવતીના ગંભીર આરોપ

યુવતીએ આગળ કહ્યું કે, 'મને એ વાત સમજાતી નથી કે વીડિયો રેકોર્ડિગ સહિતના પુરાવા આપ્યા પછી પણ પોલીસ કેમ કશું કરતી નથી? મારી પર જીવલેણ હુમલો થયો અને બીજી તરફ પોલીસ હાથ પર હાથ મૂકી શાંત બેસી રહી છે. મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. હું જાણું છું આ બધુ પોલીસના કારણે થઈ રહ્યું છે અને તેઓ પાસે બધા પુરાવા છે, તેઓ મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં કશું થતું નથી, મને ખબર છે કે, આ કેસમાં તેની પણ સંડોવણી છે, હું મારો કેસ પાછો ખેંચીશ નહીં પણ હું ખાતરી આપું છું કે હું અને મારો પરિવાર સુરક્ષિત જગ્યાએ છીએ. હું ગુજરાતમાં મારી સાથે જે કંઈ પણ બન્યું અને બની રહ્યું છે તેના વિશે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ફરિયાદ કરીશ. સુપ્રીમ કોર્ટને આ વિશે તપાસ કરવા માટે કહીશ કે ગુજરાત પોલીસે મેં મૂકેલો આખો વિશ્વાસ તોડી નાંખ્યો છે.

આ પણ વાંચો - CADILA PHARMA : કેડીલા ફાર્મા મામલે મહત્ત્વના સમાચાર, બલ્ગેરિયન યુવતીની મળી ભાળ

Tags :
Advertisement

.