Rain in Gujarat : 77 તાલુકામાં માવઠાની ધડબડાટી, અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ, વીજળી પડતાં બેનાં મોત
Rain in Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 77 તાલુકામાં માવઠાએ (Unseasonal Rain) ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ તો કરા સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. કચ્છના (Kutch) અંજારમાં (Anjar) સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વીજળી પડતા બે વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ પણ છે. વડોદરાના (Vadodara) સાવલીમાં વીજળીના કડકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વિવિધ ગામે કમોસમી વરસાદ પડ્યો છે. કેટલીક જગ્યાએ તો કરા સાથે માવઠાએ ધડબડાટી બોલાવી છે. કચ્છની (Kutch) વાત કરીએ તો અંજારમાં સૌથી વધુ કમોસમી વરસાદ નોંધાયો છે. અહીં, દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વીજળી પડતા બે લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ છે. હવામાન વિભાગની માહિતી મુજબ, એક સાથે બે સાયક્લોનિક સિસ્ટમ (Cyclonic Systems) સક્રિય થતા કમોસમી વરસાદ (Rain in Gujarat) પડ્યો છે. જ્યારે આજે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉપરાંત, આજે પણ અનેક વિસ્તારમાં ભારે પવન, કરાં સાથે માવઠું પડી શકે છે.
ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું પડવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના ( North Gujarat) અનેક જિલ્લામાં માવઠું પડી શકે છે. વડોદરાની વાત કરીએ તો સાવલીનગર અને આસપાસના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. સાવલીમાં (Savli) વીજળીના કડકાભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે. માવઠાથી ઘઉં, જીરુંનાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.
આ પણ વાંચો - Rajiv Modi Case : પોલિસ અધિકારીઓ સામે પીડિતાના આક્ષેપો મામલે સેક્ટર 1 JCP ની સઘન તપાસ