Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ

રાજ્યભરમાં ગઈકાલે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. ભરઉનાળે માવઠું પડતા ઉનાળું પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે પાક નુકસાનને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) સરવે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર હજું...
01:42 PM May 14, 2024 IST | Vipul Sen

રાજ્યભરમાં ગઈકાલે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. ભરઉનાળે માવઠું પડતા ઉનાળું પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે પાક નુકસાનને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) સરવે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર હજું બેથી ચાર દિવસ સુધી રાજ્યમાં માવઠું પડી શકે છે. ત્યારે 17 મે બાદ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.

રાજ્યભરમાં ભરઉનાળે કમોસમી વરસાદ થતાં જગતના તાતની ચિંતા વધી છે. ગઈકાલે વિવિધ જિલ્લા, તાલુકા અને ગામડાંઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરાં અને વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકો અને ઊભા પાક નષ્ટ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે હવે આ મામલે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું (Raghavji Patel) નિવેદન સામે આવ્યું છે. માહિતી મુજબ, કૃષિમંત્રીએ પાક નુકસાનીનો (crop damage) પ્રાથમિક સરવે કરી રિપોર્ટ રજૂ કરવા કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે.

પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, હજુ પણ 2 થી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal rains) આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદથી બાગાયતી અને ઊભા પાકોને નુકસાન થયું હશે. પાક નુકસાનીનો પ્રાથમિક સરવે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. જો કે, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. જણાવી દઈએ કે, ઉનાળાની ઋતુમાં અચાનક માવઠું પડતા રાજ્યભરમાં કેરી (mango), ડાંગર, પપૈયા, ચીકુ, તલ, શાકભાજી (vegetables) સહિતના અનેક પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

 

આ પણ વાંચો - Gujarat : રાજ્યભરમાં માવઠાનો માર, ત્રણના મોત, 270 ગામમાં વીજળી ગુલ

આ પણ વાંચો - Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે…!

આ પણ વાંચો - Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

Tags :
Agriculture Minister Raghavji Patelcrop damageGujarat FirstGujarati NewsMangoMeteorological Departmentunseasonal rainsVegetables
Next Article